રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (10:11 IST)

વેપારીઓ પર થયેલા લાઠીચાર્જમાં ભાજપની તાનાશાહી જવાબદાર - હાર્દિક પટેલ

ગુજરાતમાં અનામત આંદોલન ચલાવી રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરતમાં GSTનો વિરોધ કરી રહેલા વેપારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ પર નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે વેપારીઓ પર થયેલા લાઠીચાર્જ પાછળ ભાજપ સરકારની તાનાશાહી જવાબદાર છે. ભાજપે ફરીવાર ગુજરાતમાં પોતાની તાનાશાહીને સાબિત કરી છે. તેણે ઉમેર્યું હતું કે સુરતમાં GSTના વિરોધમાં હડતાલ કરી રહેલા વેપારીઓ પર લાઠીચાર્જ બાદ હવે ગુજરાતના વેપારીઓએ એક થવું જરૂરી છે અને પોલીસને ઢાલ બનાવીને ભાજપ દ્વારા જે શક્તિ દેખાડવામાં આવે છે તેને વખોડી નાંખવી જોઈએ. હું સુરતના વેપારીઓ સાથે આ લડાઈમાં છું.