શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

દત્ત મહારાજની તપોભૂમિ - શ્રી ક્ષેત્ર નરસિંહવાડી

કિરણ જોશી

ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ કોલ્હાપુર જિલ્લામાં કૃષ્ણા-પંચગંગાના સંગમ પર વસેલા નાનાકડા ગામ નરસિંહવાડીમાં. ભગવાન દત્તનુ આ દેવસ્થાન શ્રી ક્ષેત્ર નરસોબાવાડીના નામથી જાણીતુ છે.

'શ્રીપાદશ્રીવલ્લભ' આ શ્રીગુરૂ દત્ત મહારાજનો પ્રથમ અવતાર અને 'નૃસિંહ સરસ્વતી' આ બીજા અવતાર મનાય છે. દત્ત મહારાજે આ સ્થાન પર 12 વર્ષ તપસ્યા કરી હતી. આ જ કારણ છે કે આ સ્થાનને મહારાજની તપોભૂમિ માનવામાં આવે છે. અહીં દત્ત મહારાજની મૂર્તિની જગ્યાએ તેમની ચરણ પાદૂકાની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા મુજબ અહીં તપસ્યા કરીને દત્ત મહારાજ ઔદુંબર, ગાણગાપૂર થઈને કર્દલીવન પહોંચ્યા અને ત્યાં જ તેમને પોતાના અવતાર સમાપ્ત કર્યો. ભગવાન દત્તના પાવન સ્પર્શથી પવિત્ર થયેલ આ ક્ષેત્રની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી છે. દરરોજ અહીં હજારો શ્રધ્ધાળુ મહારજની પાદુકાના આગળ માથુ ટેકવે છે.

W.D
બે નદીઓના સંગમને કારને અહીંનુ તટ એકદમ દર્શનીય છે, મંદિરના ઘંટનાદની મધુર અવાજ અને અખંડ જપ વાતાવરણને ભક્તિરસમાં ડૂબાવી દે છે.

વહેતી કૃષ્ણા નદીના કિનારે મધ્યભાગમાં ઓક્ટોબરના શીતળ છત્રછાયાની નીચે શ્રી દત્ત મહારાજનુ એક મંદિર સ્થાપિત છે. અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્વયંભૂ મનોહર પાદુકાના દર્શન કરવાનુ પુણ્ય મળે છે. મંદિરની વિશેષતા મુખ્ય વિશેષતા આનો આકાર છે જે મસ્જિદની બનાવટ જેવો છે. પાદુકા પર ચઢાવેલ વસ્ત્ર પણ મુસ્લિમ રિવાજના જેવો લાગે છે. આ વિશેષતાનો ઉલ્લેખ ગુરૂચરિત્રમાં કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે આ સ્થળ સાથે બધા ધર્મઓના લોકોની આસ્થા જોડાયેલી છે.

'શ્રી નરસિંહ સરસ્વતી'ને દત્તના સંન્યાસી સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે. તેથી અહીં આવાનરા શ્રધ્ધાળુ સંન્યાસીઓને પૂજીને તેમનુ સન્માન કરે છે. કહેવાય છે કે શ્રી જનાર્દન સ્વામીની આજ્ઞા પર એકનાથ મહારાજે આ જગ્યાએ ઘાટનું નિર્માણ કર્યુ છે. આ ઘાટ જોવાલાયક છે. અહીં સાધુ સંતની સમાધિઓ અને ઘણા નાના-નાના મંદિર આવેલા છે.

આ મંદિરની એક વધુ વિશેષતા છે કે અહીં ફક્ત સવારે જ પૂજાના સમયે જ ઘંટ વગાડવામાં આવે છે. બાકી કોઈપણ સમયે ઘંટ ન વગાડવાનો ચુસ્ત નિયમ છે. જેનુ મુખ્ય કારણ શ્રધ્ધાળુઓ દ્વારા અહીં કરવામાં આવી રહેલા તપમાં મુશ્કેલી ઉભી ન કરવી એ છે. પૂનમના દિવસે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહી દર્શન કરવા માટે આવે છે. શનિવાર દત્ત મહારાજનો જન્મદિવસ હોવાને કારણે દરેક શનિવારે દત્ત મહારાજના જન્મદિવસ હોવાને કારણેથી દરેક શનિવાર પણ અહીં ખૂબ જ માત્રામાં શ્રધ્ધાળુ આવીને દર્શનલાભ લેવાના છે. દત્ત જયંતી પર તો લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ અહીં હાજર રહે છે. દત્ત સ્થાન હોવાને કારણે અહીં મંદિર આંગણમાં કૂતરાની અવર-જવર પર કોઈ રોક-ટોક નથી થતી. અહીં સુધી કે ભક્તજન શ્વાનને દત્ત સ્વરૂપ સમજીને તેમને પણ જમાડે છે.
કેવી રીતે જશો ?

W.D
રોડ દ્વારા - નરસિંહવાડી કોલ્હાપુરથી લગભગ 40 કિમી. દૂર આવેલી છે. આ મંદિર પૂનાથી લગભગ 245 કિમી. દૂર આવેલુ છે. પૂનાથી અહીં આવવા માટે બસ સુવિદ્યા મળી રહે છે.

રેલમાર્ગ - મુંબઈ,પૂના, બેલગાવથી કોલ્હાપુર આવવા માટે ઘણી રેલગાડીઓ મળી રહે છે. કોલ્હાપુર જિલ્લાના દક્ષિણ મધ્ય રેલવે મિરજ-કોલ્હાપૂર વિભાગના જયસિંગપૂર સ્ટેશનથી અહીંનુ અંતર માત્ર 15 કિમી. છે.

વાયુમાર્ગ - અહીંથી સૌથી નજીકનુ વિમાન સ્થળ કોલ્હાપુર છે.