શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

શેદુર્ણીનું ત્રિવિક્રમ મંદિર

સંદીપ પારોલેકર
ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ પંઢરપુરની પ્રતિકૃતિના રૂપમાં ઓળખાતા શેદુર્ણીના ત્રિવિક્રમ મંદિરમાં. મહારાષ્ટ્રના ખાણદેશ વિસ્તારમાં આવેલ આ મંદિરની સ્થાપના સન 1744માં પ્રસિદ્ધ સંત શ્રી કડોજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

મંદિરના પ્રમુખ શાંતારામ મહારાજ ભગતના અનુસાર શ્રી સંત કડોજી મહારાજ દરેક વર્ષે ભગવાન વિઠ્ઠલનાં દર્શનાર્થે પગપાળા યાત્રા કરતાં હતાં. એક વખત કારતક મહિનાની સુદ અગિયારસના દિવસે પંઢરપુર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમને ભગવાને જાતે આવીને દર્શન આપ્યાં અને તેમને કહ્યું કે હું તમારા ગામની નદીની નજીક પડેલા કચરાના ઢગલાની નીચે નિવાસ કરૂ છું. મારૂ વાહન વરાક છે. તેમણે મહારાજને આદેશ કર્યો કે તેમની મૂર્તિને ત્યાંથી કાઢીને તેની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે.

W.D
આ સાંભળીને મહારાજ તુરંત જ પોતાના ગામ પાછા આવ્યાં અને તેમણે આ આખી ઘટના ગ્રામવાસીઓને જણાવી તો ગામવાળાઓએ તેમને પાગલ ઠેરવ્યાં અને તેમની વાતો પર ધ્યાન આપ્યું નહિ. પરંતુ કડોજી મહારાજે શ્રદ્ધાપુર્વક કચરાવાળી જગ્યાએ ખોદકામ શરૂ કર્યું અને ત્યાં તેમને પાષાણનો વરાહ દેખાઈ પડ્યો. ત્યારે ગામના લોકોને મહારાજની વાત પર વિશ્વાસ આવ્યો અને તેમણે પણ ખોદકામ શરૂ કર્યું. લગભગ 25 મીટર ખોદકામ કર્યા બાદ તેમને કાળી પાષાણની સાડા ચાર ફુટની ભગવાન વિઠ્ઠલની મુર્તિ દેખાઈ પડી. જેની પ્રાણ પ્રતિષ્ઠાને વિધિપુર્વક સંપન્ન કરવામાં આવી.

એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે મૂર્તિને બહાર કાઢી રહ્યાં હતાં ત્યારે ભુલથી એક વખત પાવડો મૂર્તિના નાક પર વાગી ગયો હતો અને ત્યાંથી લોહી વહેવા લાગ્યું હતું. મૂર્તિની વિશેષતા તે છે કે તેમાં એક જ સાથે ભગવાનના ત્રણ સ્વરૂપ વિષ્ણું, વિઠ્ઠલ અને બાલાજી નજરે પડે છે. આ કારણને લીધે જ તેમને ત્રિવિક્રમ કહેવામાં આવે છે. લોકોનો એવો વિશ્વાસ છે કે મૂર્તિના હાવ ભાવ દરરોજ સમયની સાથે બદલાતાં રહે છે. આ મૂર્તિ સ્વયંભુ હોવાને લીધે લોકોની આ મંદિર પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે ત્રિવિક્રમ અને તેમના વહાણ વરાહની આરાધના કરવાથી બધી જ સમસ્યાઓનો અંત આવી જાય છે.

W.D
સંત કડોજી મહારાજે કાતરક મહિનાની સુદ અગિયારના દિવસે ત્રિવિક્રમની રથયાત્રાનો આરંભ કર્યો હતો. આ પરંપરા આજે પણ કાયમ છે. કહેવામાં આવે છે કે જે રથ પર ભગવાનને વિરાજીત કરીને યાત્રા કાઢવામાં આવે છે તે લાકડાથી બનેલો રથ 25 ફુટ ઉંચો અને 263 વર્ષ જુનો છે અને મહારાષ્ટ્રનો સૌથી જુનો રથ છે જે હજી પણ સારી એવી સ્થિતિમાં છે. આ યાત્રામાં દરવર્ષે હજારોની સંખ્યામાં બધા જ ધર્મના લોકો ભાગ લે છે.

કેવી રીતે પહોચવું-

રોડ માર્ગ:
જડગામ જીલ્લાના જામનેરથી આ મંદિર માત્ર 16 કિ.મી. જ દૂર છે.

રેલમાર્ગ:
જલગામના મધ્ય રેલ્વેનું મુખ્ય જંક્શન છે. જ્યાંથી શેદુર્ણી ગામ લગભગ 45 કિ.મી. દૂર છે.

વાયુમાર્ગ :
ઔરંગાબાદ વિમાનતળ શેદુર્ણી ગામથી સૌથી નજીક છે. ઔરંગાબાદથી શેદુર્ણી માત્ર 125 કિ.મી. જ દૂર છે.