બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By દિપક ખંડાગલે|

શ્રી જગંદબા માતા

W.D
ધર્મયાત્રામાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ 'શ્રી જગદંબા માતા'ના મંદિરમા. આ મંદિર બીડ અને અહમદનગર જિલ્લાના મોહટે નામના ગામમાં આવેલ છે. ભક્તોની આસ્થા છે કે આ જાગૃત દેવસ્થાન પર દર્શન માટે આવેલ દરેક વ્યક્તિની ઈચ્છપૂરી થાય છે.

કહેવાય છે કે આ ગામના રહેવાસી બંસી દહિફળે નામના વ્યક્તિ દેવીના ભક્ત હતા. અને તેઓ દરેક વર્ષે દેવીના દર્શન માટે માહુરગડની પગપાળા યાત્રા કરતા હતા. તેમણે માતાને પોતાના ગામમાં આવીને દર્શન આપવાની પ્રાર્થના કરી. પોતાના ભક્તની આરાધનાથી ખુશ થઈને માતાએ તેમણે સપનામાં આવીને કહ્યુ કે 'હું અહીં પ્રગટ થઈને હંમેશાને માટે ગામમાં રહીશ' ભક્તોનું માનવુ એવુ છે કે જ્યાં સુધી લોકો તેમના પ્રગટ થવાનુ સ્થાન શોધી ન શક્યા ત્યાં સુધી દેવી એક ગાયના રૂપમાં ગામમાં રહી. જેવા દેવી ઉંચા પર્વત પર પ્રગટ થયા કે તરત જ ગાય ગામમાંથી અદ્શ્ય થઈ ગઈ.

સ્વયંભૂ અને જાગૃત માઁ જગદંબા માતાને મહારાષ્ટ્રના ત્રણ શક્તિપીઠમાંથી એક શ્રી શ્રેત્ર માહૂરગડ રહેવાસી રેણુકા માતાનો જ અવતાર માનવામાં આવે છે. આ મંદિરનો ચોક શ્રી ગુરૂ વૃધ્ધેશ્વર, શ્રી ગુરૂ મચ્છિંદ્રનાથ, શ્રી ગુરૂ કાનીફનાથ, શ્રી ગુરૂ ગહીનીનાથ, શ્રી ગુરૂ જાલીંદરનાથ, શ્રી ગુરૂ નાગનાથ આ બધાના પદસ્પર્શથી પવિત્ર થયો છે.

અશ્વિની સુદ અગિયારસે દેવીનો પ્રગટ થવાનો દિવસ હોવાથી દરેક વર્ષે આ દિવસે દેવીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. મંદિરમાં આવેલ શ્રી જગંદંબા માતાનુ મોઢુ માહૂરગડની તરફ છે. મંદિરથી થોડે દૂર એક શિવમંદિર અને એક સ્નાનકુંડ છે. કહેવાય છે કે સ્નાનકુંડમાં ન્હાવાથી બધા પ્રકારના રોગ દૂર થઈ જાય છે. ભક્તોને વિશ્વાસ છે કે માતાના દરબારમાંથી કોઈ પણ ભક્ત ખાલી હાથે નથી જતો. દરેકના મોઢે માતાના ચમત્કારોના મહિમાના વખાણ થતા જ રહે છે.

એવુ કહેવાય છે કે એકવાર જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ઈન્દિરા ગાંઘીજી જ્યારે આ ગામની નજીક એક બાઁધનુ ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે માતાએ તેમને સપનામાં દર્શન આપ્યા હતા. આ વાતથી પ્રેરણા લઈને ઈન્દિરાજી આ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને સ્થાનીય સરકારને માતાજીની મંદિર સુધી સીઢી બનાવવા માટે કહ્યુ હતુ જેનાથી ભક્તો વગર કોઈ તકલીફે માતાજીના મંદિર સુધી પહોંચી શકે.

મોહટાદેવીનુ મંદિર ઉંચા પર્વત પર આવેલ છે. મંદિરના મુખ્ય કાર્યકર્તા સુરેશ ભાલચંદ્ર ભણગેજીના મુજબ મંદિરના જીર્ણોધ્ધાર માટે નવી યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના પર લગભગ 15 કરોડનો ખર્ચ આવશે. આ ચોકમાં પર્યાવરણ સુરક્ષાની દ્રષ્ટિએ વીસ હજાર ઔષધીય છોડ અને બીજા પ્રકારના છોડ વાવવામાં આવ્યા છે.

કેવી રીતે જશો ?
W.D

રોડ માર્ગ - અહમદનગરથી 70 કિલોમીટરના અંતરે (વ્હાયા પાથડી) પર આવેલ છે. અહીં પહોંચવા માટે સરકારી બસ કે પર્સનલ વાહન મળી રહે છે.
રેલ માર્ગ - અહમદનગર દેશના બધા મુખ્ય શહેરોથી રેલ્વે સાથે જોડાયેલુ છે.
વાયુ માર્ગ - અહમદનગર થી પુના હવાઈમથક સૌથી નજીક છે. પુનાથી અહમદનગર 180 કિલોમીટરના અંતરે આવેલુ છે.