1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

આદિશક્તિ એકવીરા દેવી

વિકાસ શિરપુરકર

ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ પાંઝર નદી, સૂર્યકન્યા તાપ્તિ નદીની ઉપનદીના તટ પર આવેલ આદિમાયા એકવીરા દેવીના ખૂબ જ પ્રાચીન મંદિરમાં. મહારાષ્ટ્રના ધુલિયા શહેરના દેવપૂર ઉપનગરમાં બિરાજેલા આ સ્વયંભૂ દેવી મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતના ઘણા ઘરોમાં શ્રધ્ધાળુઓ દ્વારા કુળદેવીના રૂપમાં પૂજવામાં આવે છે.

આદિશક્તિ એકવીરા દેવી પોતાના પરાક્રમથી ત્રણ લોકોમાં નામ કમાવનારા પરશુરામની માઁ ના સ્વરૂપમાં ઓળખાય છે. એકવીરા અને રેણુકા દીએ આદિમાયા પાર્વતીનું જ રૂપ છે. એવી ધારણા છે કે રાક્ષસોનો નાશ કરવા માટે દેવીએ અનેક અવતાર ધારણ કર્યા હતા. પુરાણોના મુજબ જમદગ્ની ઋષીની પત્ની રેણુકા દેવીના પરશુરામ એકમાત્ર પુત્ર હોવાને કારણે આ દેવીને એક વીરા નામથી સંબોધિત કરવામાં આવે છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો
વહેલી સવારે પાંજરના જળ સાથે અથડાઈને જ્યાર સૂર્યની કિરણો દેવીના ચરણોમાં શરણ લે છે ત્યારે એ મનોરમ દ્રશ્ય આંખોને ખૂબ જ ઠંડક આપનારું પ્રતીત થાય છે. એ સમય આ આદિમાયા અષ્ટભુજાનુ રૂપ જોવા જેવુ હોય છે. દેવીના નજીક જ ગણપતિ અને તુકાઈમાતાની ચતુભુર્જ મૂર્તિઓ બિરાજમાન છે મંદિરના પ્રવેશ દ્વાર પર અખંડ પત્થરોમાંથી કોતરેલા બે ભવ્ય હાથી તમારું સ્વાગત કરે છે.

આ ઘણું પ્રાચીન મંદિર પૂર્વમાં હેમાડપંથી હતુ. કહેવાય છે કે દેવી અહિલ્યાબાઈ હોલકરે આ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો હતો. મંદિરના આંગણમાં પ્રાચીન શમીનુ વૃક્ષ છે. જ્યાં ઝાડની નીચે શમીદેવનુ ભારતનું એકમાત્ર મંદિર છે. આ આંગણમાં મહાલક્ષ્મી, વિઠ્ઠલ-રુકિમણી, શીતળામાતા, હનુમાન અને કાળ ભૈરવ સહિત પરશુરામનુ પણ મંદિર છે.

W.D
એકવીરા દેવીનુ મંદિરમાં ભક્તો નિયમિત રૂપથી પૂજા, આરાધના અને આરતીમાં જોડાય છે. નવરાત્રિ દરમિયાન અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. દેવીના દ્વાર પર આવનારા શ્રધ્ધાળુઓને પૂરો વિશ્વાસ છે કે એકવીરા દેવીના દર્શનથી બધા સંકટો દૂર થઈ જાય છે અને દેવીની કૃપાથી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

કેવી રીતે જશો ?

રોડ દ્વારા - મુંબઈ-આગ્રા અને નાગપુર-સૂરત રાષ્ટ્રીય માર્ગ ધુલિયા શહેર થઈને જાય છે. ધુલિયા મુંબઈથી 425 કિમી. ઈદોરથી 250 કિમી. દૂર આવેલુ છે.

રેલ્વે માર્ગ-મુંબઈ તરફથી આવનારી રેલવે ચાળીસગાવ સુધી પહોંચાડી શકે છે. જ્યાંથી દરેક એક કલાકે ધુલિયાને માટે ટ્રેન મળી રહે છે. ભુસાવળ-સૂરત રેલ માર્ગથી નરડાણા સ્ટેશન પણ નજીક આવેલુ છે. જ્યાંથી ધુલિયા સરળતાથી પહોંચી શકાય છે.

વાયુ માર્ગ : ધુલિયાથી નજીકનુ એયર પોર્ટ નાસિક(187 કિમી) અને ઔરંગાબાદ(225 કિમી) છે.