દર્શનીય સ્થળ - શ્યામ ભક્તો માટે ખાટૂ ધામમાં શ્યામ બાગ અને શ્યામ કુંડ મુખ્ય દર્શનીય સ્થળ છે. શ્યામ બાગમાં પ્રાકૃતિક વાતાવરણની અનુભૂતિ હોય છે. અહી પરમ ભક્ત આલૂસિંહની સમાધિમાં બનાવવામાં આવી છે. શ્યામ કુંડના વિશે માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી શ્રધ્ધાળુઓના પાપ ધોવાઈ જાય છે. પુરૂષો અને મહિલાઓને સ્નાન માટે અહી ઘણા કુંડ બનાવવામાં આવ્યા છે. કેવી રીતે પહોંચશોરોડ દ્વારા - ખાટૂ ધામથી જયપુર, સીકર વગેરે મુખ્ય સ્થાનો માટે રાજસ્થાન રાજ્ય પરિવહન નિગમની બસોની સાથે જ ટેક્સી અને જીપ પણ અહી સરળતાથી મળી રહે છે. રેલમાર્ગ - નજીકનુ રેલવે સ્ટેશન રીંગસ જંકશન (15 કિલોમીટર) છે. વાયુમાર્ગ - અહીનુ નજીકનુ હવાઈ મથક જયપુર છે, જે અહીથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલ છે.