મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

શક્તિદેવી તુળજા ભવાની

W.D
મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ જિલ્લામા આવેલ તુળજાપુર. એક એવુ સ્થળ જ્યાં છત્રપતિ શિવાજીની કુળદેવી માઁ તુળજા ભવાની સ્થાપિત છે, જે આજે પણ મહારાષ્ટ્રના પ્રમુખ શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. માન્યતા છે કે શિવાજીને તલવાર દેવી માઁએ પોતે પ્રદાન કરી હતી. હાલ આ તલવાર લંડનના સંગ્રહાલયમાં મુકેલી છે.

આ મંદિર મહારાષ્ટ્રના પ્રાચીન દંડકારણ્ય વનક્ષેત્રમાં આવેલ યમુનાંચલ પર્વત પર આવેલુ છે. આવી એક માન્યતા છે કે આમાં રહેલી તુળજા ભવાનીની મૂર્તિ સ્વયંભૂ છે. આ મૂર્તિની એક વધુ ખાસ વાત એ છે કે આ મંદિરમાં સ્થાયી રૂપથી સ્થાપિત ન હોઈને ચલાયમાન છે. વર્ષમાં ત્રણ વાર આ મૂર્તિના મંદિરના પ્રદક્ષિણા પથ પર પરિક્રમા કરાવવામાં આવે છે. જેમાં આ મૂર્તિની સાથે પ્રભુ મહાદેવ, શ્રીયંત્ર અને ખંડેરાવદેવની પણ પરિક્રમા કરાવવામાં આવે છે.

તુળજાભવાનીનું મંદિર
W.D

આ મંદિરનુ સ્થાપત્ય મૂળ રૂપે હેમદપંથી શૈલીથી પ્રભાવિત છે. આમા પ્રવેશ કરતા જ બે વિશાળકાય મહાદ્વાર જોવા મળે છે. આ પછી સૌથી પહેલા કલોલ તીર્થ આવેલુ છે. જેમાં 108 તીર્થોનુ પવિત્ર જળનુ મિશ્રણ છે. આમા ઉતરવા દરમિયાન થોડા જ અંતરે ગોમુખ તીર્થ આવેલુ છે. જ્યાં પાણી પૂરા વેગથી વહે છે. ત્યારબાદ સિધ્ધિવિનાયક ભગવાનનુ મંદિર સ્થપાયેલુ છે. ત્યારબાદ એક સુસજ્જિત દ્વારમાં પ્રવેશ કરવા દરમિયાન મુખ્ય કક્ષ(ગર્ભ ગૃહ)માં માતાની સ્વયંસિધ્ધ મૂર્તિ સ્થાપિત છે. ગર્ભગૃહની પાસે જ એક ચાઁદીનો પલંગ મુકેલો છે, જે માતાના આરામ માટે છે. આ પલંગની વિરુધ્ધ દિશામાં મહાદેવની લિંગ સ્થાપિત છે જેને દૂરથી જોવાથી એવુ લાગે છે કે માઁ ભવાની અને શિવ શંકર સામસામે બેઠાં છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

અહીં આવેલી ચાઁદીના સ્તંભો વિશે એવુ મનાય છે કે જો તમારા શરીરમાં કોઈ જાતનો દુ:ખાવો થતો હોય તો તે વ્યક્તિ સાત દિવસ સુધી સતત આને અડકવાથી તે દુ:ખાવો દૂર થઈ જાય છે.

અહીં આવેલ આ મંદિરની એક કહેવત એ પણ છે કે અહીં એક એવો ચમત્કારિક પત્થર આવેલો છે, જેના વિષે એવુ મનાય છે કે આ તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ સાંકેતિક રૂપે 'હા' કે 'ના'માં આપે છે. જો તમારા પ્રશ્નનો જવાબ હાઁ છે તો એ પોતાના જમણી બાજુ વળી જાય છે અને જો 'ના' હોય તો એ ડાબી દિશામાં વળી જાય છે. એવુ કહેવાય છે કે છત્રપતિ શિવાજી કોઈપણ યુધ્ધના પહેલા ચિંતામણિ નામના આ પત્થરની પાસે પોતાના પ્રશ્નોનુ સમાધાન મેળવવા આવતા હતા.

તુળજા ભવાની માઁનસ્વયંસિધ્ધ મૂર્તિ

W.D
શાલીમાર પત્થરથી બનેલી આ મૂર્તિ પોતે સ્વયંસિધ્ધ માનવામાં આવી રહી છે. આ મૂર્તિના આઠ હાથ છે, જેમાં એક હાથથી તેમણે દૈત્યના વાળ પકડી લીધા છે. અને બીજા હાથોથી તે દૈત્ય પર ત્રિશૂળથી વાર કરી રહ્યા છે. એવુ પ્રતીત થાય છે કે માતા મહિસાસુર રાક્ષસનો વધ કરી રહી છે. માતાની જમણી બાજુ તેમનુ વાહન સિંહ સ્થાપિત છે. આ મૂર્તિની પાસે ઋષિ માર્કડેયની મૂર્તિ સ્થાપિત છે. જે પુરાણ વાંચવાની મુદ્રામાં છે. માતાના આઠ હાથોમાં ચક્ર, ગદા, ત્રિશૂળ, અંકુશ, ધનુ અને પાશ શસ્ત્ર સુસજ્જિત છે.

મૂર્તિનઈતિહાસ

ઈતિહાસમાં આ મૂર્તિનુ વર્ણન માર્કડેય પુરાણના 'દુર્ગાસપ્તશતિ' નામન અધ્યાયમ ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ ગ્રંથની રચના સ્વયં સંત માર્કડેયે કરી હતી. આ અધ્યાયમા કર્મ, ભક્તિ અને ધ્યાનના સંદર્ભમાં જ્ઞાન છે. આ મૂર્તિની એતિહસિકતાનો બીજો સ્ત્રોત ભગવદગીતા પણ છે.

તુળજાભવાનીની કથા.

W.D
કૃતયુગમાં કરદમનામના એક બ્રાહ્મણ સાધુ હતા, જેમની અનુભૂતિ નામની એક સુંદર પત્ની હતી. જ્યારે કરદમનું મૃત્યુ થયુ ત્યારે અનુભૂતિએ સતી થવાનો પ્રણ કર્યો, પણ ગર્ભવતી હોવાને કારણે તેમણે આ વિચાર ત્યાગવો પડ્યો અને મંદાકિની નદીના કિનારે તપસ્યા શરૂ કરી દીધી. આ દરમિયાન કૂકર નામના રાજાએ અનુભૂતિને ધ્યાનમગ્ન જોઈને તેની સુંદરતા પર મોહિત થઈ ગયા અને અનુભૂતિની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન અનુભૂતિએ માતાને પ્રાર્થના કરી અને માતાજી પ્રગટ થઈ ગયા. માઁ ની સાથે યુધ્ધ કરવા દરમિયાન કૂકર એક મહિષ રૂપી રાક્ષસમાં પરિવર્તિત થઈ ગયો અને મહિષાસુર કહેવાયો. માઁ એ મહિષાસુરનો વધ કર્યો ત્યારબાદથી આ પ્રસંગ 'વિજયાદશમી' કહેવાયો અને માઁ ને 'ત્વરિતા' નામથી પણ ઓળખવામાં આવે છે, જેને મરાઠીમાં તુળજા ભવાની કહે છે.

તુળજા ભવાની પૂજા

આ મંદિરની ખ્યાતિ મરાઠા રાજ્યમાં ફેલાઈ અને આ ડેલી ભોસલે શાસકોની કુળદેવીના રૂપમાં પૂજાવા લાગી. છત્રપતિ શિવાજી પોતાના દરેક યુધ્ધ પહેલા માતા પાસેથી આશીર્વાદ મેળવવા માટે અહીં આવતા હતા.

વિશ્રામશાળા

અહીયા તીર્થયાત્રીઓના વિશ્રામની વ્યવસ્થા મંદિરના પ્રબંધન સમિતિના હાથમાં છે. મંદિરની પોતાની ધર્મશાળા છે જે યાત્રીઓ માટે મફત છે. મંદિરના ચોકની બહાર પણ ઘણી ખાનગી હોટલો અને ઘર્મશાળાઓ છે.

કેવી રીતે પહોંચશો ?

તુળજાપુર સુધી જવા માટે બધી રીતે વાહનોની સગવડ મળી રહે છે. દક્ષિણથી આવનારા યાત્રી નાલદુર્ગ સુધી સરળતાથી બાય રોડ જઈ શકે છે, જે ફક્ત ઉત્તરી અને પશ્ચિમી રાજ્યોથી આવનારા તીર્થયાત્રી સોલાપુરના રસ્તે તુળજાપુર સુધી આવી શકે છે. જ્યારે કે પૂર્વના રાજ્યો તરફથી આવનારા યાત્રીઓ નાગપુર કે લાતૂરના રસ્તે અહીં આવી શકે છે.

રેલમાર્ગ - તીર્થયાત્રી સોલાપુર સુધી રેલ્વે દ્વારા આવી શકે છે જે તુળજાપુરથી ફક્ત 44 કિલોમીટરના અંતરે આવેલુ છે.

વાયુમાર્ગ - તુળજાપુર સુધી આવવા માટે અહીંથી સૌથી નજીકનુ હવાઈમથક પુના અને હૈદરાબાદના હવાઈમથકો છે, જ્યાથી બસ અથવા ખાનગી વાહનો દ્વારા આ સ્થળ સુધી પહોંચી શકાય છે.