સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Updated : બુધવાર, 17 એપ્રિલ 2024 (17:35 IST)

પંડિત જવાહરલાલ નેહરુ : આધુનિક ભારતના રચયિતા

nehru
દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુએ આઝાદીની લડાઈમાં ગાંધીજીની સાથે ખભે ખભા મીલાવીને ભાગ લીધો હતો અને દેશને આઝાદ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બાળકો માટેના એમના વિશેષ પ્રેમના કારણે તેમનો જનમ દિવસ ‘બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નહેરુજીને ભારતના નિર્માતા પણ કહેવામાં આવે છે.
 
પ્રારંભિક જીવન : તેમનો જન્મ ૧૪મી નવેમ્બર ૧૮૮૯ના રોજ ઉત્તરપ્રદેશના ઇલાહાબાદમાં થયો હતો. તેમના પિતાજીનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરુપરાની હતું. તેમની પત્નીનું નામ કમલા નહેરુ હતું અને તેમને એક જ સંતાન ઇન્દિરા ગાંધી હતાં. નહેરુજી કાશ્મીરી બ્રાહ્મણ પરિવારના હતાં. ૧૯૧૨માં નહેરુજીએ બેરીસ્ટરી કરી અને પછી તેઓ ભારત પરત આવીને ઇલાહાબાદમાં વકીલાત કરવા લાગ્ય હતાં. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમાંના ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં તેમણે ભરતના ઈતિહાસને સમાવી લીધો હતો.
 
રાજનૈતિક જીવન : ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં સન. ૧૯૨૦માં તેમણે શરુઆતમાં કિસાન મોર્ચાની સ્થાપના કરી. તેઓ ૧૯૨૯માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ પદે ચૂંટાયા હતાં. ૧૯૨૯માં ઐતિહાસિક લાહોર અધિવેશનમાં તેઓ અધ્યક્ષ પણ ચૂંટાઇ આવ્યા હતાં. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં તેમણે ગાંધીજીની સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
 
૧૯૫૨માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા : સન. ૯૫૨માં જ્યારે પહેલી ચૂંટણી યોજાઈ ત્યરે કોંગ્રેસ પક્ષ ભારે બહુમતીથી સતામાં આવી અને ત્યારે પંડિત જવાહરલાલ નેહરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. ગાંધીજીને સરદાર પટેલ અને નહેરુજી બન્નેમાંથી એકની પસંદગી કરવાની હતી. પરંતુ કડક સરદાર પટેલની સામે વિનમ્ર નહેરુજીને વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા હતાં. તેઓ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ થી ૨૭મી મે ૧૯૬૪ સુધી ભારતના વડાપ્રધાન પદ પર આરુઢ રહ્યા હતાં.
 
પુરસ્કાર અને સન્માન : તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરાયા હતાં.
 
વિશેષ : નહેરુજી એક મહાન રાજનૈતિજ્ઞ અને પ્રભાવશાળી વક્તા જ નહોતા, પરંતુ તેઓ એક લબ્ધ્પ્રતિષ્ઠિત લેખક પણ હતાં. તેમણે પોતાની આત્મકથાની સાથે સાથે થોડા પુસ્તકોની રચના પણ કરી હતી. “’પંચશીલ’નો નારો આપીને તેમણે વિશ્વ બંધુત્વ તથા શાંતિને પ્રાધાન્ય આપ્યુ હતું. વડાપ્રધાન બન્યા બાદ તેમણે પંચવર્ષીય યોજનાઓ પણ ચાલુ કરી અને  ભાખરા નાંગલ સહિત અનેક વિકસકાર્યોને આગળ ધપાવ્યા હતાં.