પોતાના જાપાન પ્રવાસ દરમિયાન બુલેટ ટ્રેનથી પ્રભાવિત થયેલા રેલ મંત્રીએ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.
લાલુએ સંસદમાં જાહેરાત કરી હતી કે દેશમાં ખૂબ જલ્દી બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે. જેમાં અમદાવાદ-મુંબઈ-પુણે, હૈદરાબાદ-વિજયવાડા-ચેન્નઈ, ચેન્નઈ-બેગ્લોર-એન્નાકુર્લમ, દિલ્હી-અમૃતસર, દિલ્હી-પટના અને મુંબઈ-પૂણે વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.
આ ટ્રેન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે ફંડ ફાળવવામાં આવશે, તેમ જણાવ્યું હતું. આ ટ્રેન 300 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.