1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By વેબ દુનિયા|

ભાઇ-બહેનની આશાઓ

- અક્ષેસાવલિય

W.D
મહિલાઓ ભલે ઉમરના કોઇ પણ સ્તર પર પહોચી જાય, 18 થી 80 વર્ષ સુધીની મુસાફરી કાપી લે, પરંતુ તેના મનમાં હંમેશા એક બહેન, માં અને માસૂમ દિકરી જીવતી જ રહે છે.

આથી રક્ષાબંધંનનો આ પર્વ તે દિકરી, બહેન કે માંને ચુંબકની જેમ આકર્ષે છે. ખેચે છે તેના પિયર જવા માટે, પરંતુ સમાજમાં વધતા એકલા પરિવારનો વધારો અને દિવસે - દિવસે વધતી બાળકોની શાળાની ફી, રોજના જેતે ખર્ચા અને ઉમરની સાથે વધતી બેરોજગારીએ માનવીના જનજીવનને તહેશ-નહેશ કરી દીધું છે. જેના કારણે તહેવારને લોકો હવે નેવે મુકતા થઇ ગયા છે. તેમછતાં આજે પણ ઘણા લોકો એટલાજ ઉંમગથી આ તહેવારો ઉજવે છે.

રાખડીનો આ તહેવાર તે બહેનો માટે ખૂબજ મુશકિલવાળૉ બની જાય છે જે પહેલા સમૂહમાં રહેતા ભાઇઓ હવે એકલા રહેતા થઇ ગયા છે. આવી
W.D
બહેનો અલગ-અલગ શહેરોમાં રહેતા તેના ભાઇનો એક સાથે કેવીરીતે રાખડી બાંધી શકે. આજના ભાઇનો નોકરી કે ધંધામાંથી સમય ન મળતો હોવાથી તે બધા એક સાથે તેની બહેનો પાસે જઇ શકતા નથી. આવા સંજોગામાં પણ બહેનો તેના ભાઇનો પોસ્ટ કે કુરિયર મારફતે રાખડી તેના ભાઇઓને પહોચાડે છે.

મારા જાણીતા એક પરિવારમાં બે પરણિત બહેનો એક સાથે રહેતી હતી, પરંતુ તેઓનું જમવાનું અલગ - અલગ હતું. તેમાં નાની બહેન એટલે કે
W.D
દેરાણી બહુ પાકી હતી, તે દર વર્ષે રક્ષાબંધંનના રોજ તેના પિયર જતી રહેતી અને આ તહેવારની મજા લેતી, પરંતુ મોટી બહેન (જેઠાણી)ને સાસરીમાં રહીને તેની નળંદોની સેવા કરવી પડતી હતી.

મોટી બહેનની રાખડી તેની નાની બહેન જ બાંધી આવતી હતી. તેમછતાં મોટી બહેન ખૂશ હતી, કારણ કે તે તેના કર્તવ્યનું પાલન કરીને પણ રક્ષાબંધન તહેવાર ઉજવતી હતી.

એક બાજુ તો આપણે ભાઇ-બહેનના સંબંધોની વાતો કરીયે છીએ અને બીજી બાજુ જયારે સંબંધોને સાચવાનો સમય આવે છે ત્યારે આપણે મેદાન છોડીને ભાગી જઇએ છીએ. સંબંધો નિભાવવાની આ પરંપરા કયાં સુધી બરાબર કહી શકાય. ખાસ કરીને રક્ષાબંધંનના આ તહેવારના સમયે કે જ્યારે બહેન તેના ભાઇઓની લાંબી ઉમંરની પ્રાર્થના કરતી હોય છે.