ભૂલીને પણ ભદ્રામાં રાખડી ન બાંધવી, રાવણની જેમ વિનાશ થશે
ભૂલીને પણ ભદ્રામાં રાખડી ન બાંધવી, ભાઈ બેનના તહેવાર રક્ષાબંધની રાહ બધા જુએ છે. બેન તેમના ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાની પ્રણ લે છે. દરેક વાર રાખડી બાંધવાનો યોગ્ય સમય પંડિત જણાવે છે. પણ 12 વર્ષ પછી એવું સંયોગ આવ્યું છે જ્યારે રાખડીના દિવસે ગ્રહણ લાગશે તેથી આ સમયે રાખડીના દિવસે સૂતક પણ રહેશે. પૂર્ણિમા તિથિનો પ્રારંભ 6 ઓગ્સ્ટ 2017ને રાત્રિ 10.28 વાગ્યાથી આરંભ થશે પણ ભદ્રા કાળ વ્યાસ રહેશે.
કહેવાય છે કે ભદ્રામાં રાખડી નહી બાંધવી કારણકે તેને અશુભ ગણાય છે. આ પણ કહેવાય છે કે રાવણની બેન શૂર્પણખા એ તેમના ભાઈને ભદ્રામાં રાખડી બાંધી હતી. જેના કારણે રાવણનો વિનાશ થઈ ગયું. તેથી હિન્દુ શાસ્ત્ર મુજબ આ તહેવાર 7 ઓગ્સ્ટને ભદ્રા રહિતકાળમાં ઉજવાશે.
ભદ્રા પૂંછ- 06:40 થી 07:55
ભદ્રા મુખ- 07:55 થી 10:01
ભદ્રા અંત સમય- 11:04