રક્ષાબંધન સ્પેશિયલ મિઠાઈ- જાણો તમારા વહાલા ભાઈને કઈ મિઠાઈ ખવડાવીને તમે રાખડી બાંધશો
વાસ્તવમાં ભાઈ-બહેનના પ્રેમને રંગબેરંગી રાખડીનો દોરો વધારે મજબૂતી આપે છે. ભાઈ-બહેન એકબીજાને મિઠાઈ ખવડાવે છે અને ગમે તેવાં સુખ-દુઃખમાં પણ સાથે રહેવાનો વિશ્વાસ અપાવે છે. રક્ષાબંધન એક એવું પર્વ છે જે ભાઈ બહેનને ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેનું રક્ષણ કરવાનું વચન આપે છે. આ પર્વ ઊજવવાની પરંપરાથી અજાણ લોકો પણ હોંશભેર તેની ઉજવણી કરે છે. તો જાણો તમારા વહાલા ભાઈને કઈ મિઠાઈ ખવડાવીને તમે રાખડી બાંધશો.