બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રક્ષાબંધન
Written By વેબ દુનિયા|

રક્ષાબંધન સ્પેશ્યલ મીઠાઈ - ભાઈને માટે બનાવો ચોકલેટ બરફી

P.R
સામગ્રી - 250 ગ્રામ કોકો પાવડર, 1 કપ ગોળ(અથવા ખાંડ) 1 ચમચી ઇલાયચી, 3-4 મોટી ચમચી ઘી, 1 કપ સ્કિમ્ડ મિલ્ક, 1 કપ સોજી(સામાન્ય શેકેલો), 1 કપ છીણેલું નારિયેળ, ગાર્નિશિંગ માટે અડધો કપ કાજુ અને બદામ.

બનાવવાની રીત - કોકો પાવડરને દૂધ સાથે મિક્સ કરો. એક પેનમાં આ મિશ્રણની સાથે શેકેલો સોજી, નારિયેળ, ગોળ, ઘી, ઇલાયચી મિક્સ કરી ત્યાંસુધી હલાવો જ્યાંસુધી પેસ્ટ ઘટ્ટ ન બની જાય. હવે એક પ્લેટ પર ઘી લગાવો અને તેના પર આ મિશ્રણને સારી રીતે પાથરી દો અને ઠંડુ થવા મૂકી દો. આ બરફીને નાના ટૂકડાંમાં કાપો અને ઉપરથી કાજુ અને બદામ નાંખી ગાર્નિશ કરો.