રક્ષાબંધન 2019 - આ વખતે રક્ષાબંધનનો તહેવાર રહેશે ખાસ, જાણો શુભ મુહુર્ત

Last Modified બુધવાર, 7 ઑગસ્ટ 2019 (00:42 IST)
15 ઓગસ્ટના દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર
ઉજવાશે. આ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને એકબીજાની રક્ષા કરવાના સંકલ્પનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવ્યો છે. હિન્દુઓ માટ આ તહેવારનુ વિશેષ મહત્વ છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથમાં રક્ષા સૂત્ર બાંધે છે.

આ વખતે કેમ ખાસ છે રક્ષાબંધન

આ વખતે રક્ષાબંધનનો તહેવાર ગુરૂવારના દિવસે આવશે.
જ્યોતિષ મુજબ ગુરૂવારનો દિવસ ગુરૂ બૃહસ્પતિને સમર્પિત હોય છે.
પૌરાણિક માન્યતા મુજબ ગુરૂ બૃહસ્પતિએ દેવરાજ ઈન્દ્રને દાનવો પર વિજય પ્રાપ્તિ માટે ઈન્દ્રની પત્ની પાસેથી રક્ષાસૂત્ર બાંધવા માટે કહ્યુ હતુ. જ્યારબાદ ઈન્દ્રએ વિજય પ્રાપ્તિ કરી હતી.
રક્ષાબંધનનો તહેવાર ગુરૂવારના દિવસે આવે છે તેથી તેનુ મહત્વ ખૂબ વધી ગયુ છે.

આ વખતે ગ્રહણ અને ભદ્રાથી મુક્ત રહેશે રક્ષાબંધન

રક્ષાબંધનનો તહેવાર હંમેશા ભદ્રા અને ગ્રહણથી મુક્ત જ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભદ્રા રહિત કાળમાં જ રાખડી બાંધવાનુ પ્રચલન છ્
ભદ્રા રહિત કાળમાં રાખડી બાંધવાથી સૌભાગ્યમાં વધારો થાય છે.
આ વખતે રક્ષા બંધન પર ભદ્રાની નજર નહી લાગે.
આ ઉપરાંત આ વખતે શ્રાવણ પૂર્ણિમા પણ ગ્રહણથી મુક્ત રહેશે.
જેનાથી આ તહેવારનો સંયોગ શુભ અને સૌભાગ્યશાળી રહેશે.

શુ છે ભદ્રાકાળ

માન્યતા મુજબ જ્યારે પણ ભદ્રાનો સમય થાય છે તો એ દરમિયાન રાખડી નથે બાંધી શકાતી. ભદ્રાકાળનો સમય રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભદ્રા ભગવાન સૂર્ય દેવની પુત્રી અને શનિદેવની બહેન છે.
જે રીતે શનિનો સ્વભાવ ક્રૂર અને ક્રોધી છે એ જ રીત ભદ્રાનો પણ છે.

ભદ્રાના ઉગ્ર સ્વભાવને કારણે બ્રહ્માજીએ તેમને પંચાગના એક પ્રમુખ અંગ કરણમાં સ્થાન આપ્યુ.
પંચમમાં તેનુ નમ વિષ્ટી કરણ રાખવમાં આવ્યુ છે. દિવસ વિશેષ પર ભદ્રા કરણ લાગવાથી શુભ કાર્યોને કરવુ નિષેધ માનવામાં આવ્યુ છે.

એક અન્ય માન્યતા મુજબ રાવણની બહેને ભદ્રાકાળમાં જ પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યુ હતુ. જેને કારણે જ રાવણનો સર્વનાશ થયો હતો.

આ વખતે પર ભદ્રાકાળ નહી રહે.
તેથી બહેનો ભાઈઓના હાથ પર સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત વચ્ચે કોઈપણ સમયે રાખડી બાંધી શકે છે.

રક્ષાબંધન ક્યારે છે ? જાણો રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત

શુભ મુહુર્ત

રક્ષાબંધન તિથિ - 15 ઓગસ્ટ 2019, ગુરૂવાર

પૂર્ણિમા તિથિની શરૂઆત 14 ઓગસ્ટ 15:45
પૂર્ણિમાં તિથિ સમાપ્ત 15 ઓગસ્ટ - 17:58 સુધી

રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત 15મી ઓગસ્ટ

સવારે 5:49 થી સાંજે 6:01 વાગ્યા સુધી
ઉત્તમ મુહુર્ત - સવારે 6:00 થી 7:30 સુધી અને
સવારે 10:30 વાગ્યાથી બપોરે 3:00 સુધી

ભદ્રા સમાપ્ત - સૂર્યોદય પહેલાઆ પણ વાંચો :