સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2020 (21:00 IST)

Raksha Bandhan 2020: રાશિ મુજબ જાણો કયા રંગની રાખડી તમારા ભાઈ માટે રહેશે શુભ

રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટે ઉજવાશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓની રક્ષા માટે જમણા હાથના કાંડા પર રાખડી બાંધે છે. રાખડીએ એક પ્રકારનું રક્ષા સૂત્ર છે, જેના દ્વારા બહેનો તેમના ભાઈ માટે સુખી જીવનની કામના કરે છે. બીજી બાજુ ભાઈ તેમની બહેનને ભેટ આપે છે. 
 
આમ તો બજારમાં અનેક રંગબેરંગી રાખડીઓ મળે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ બહેનોએ તેમના ભાઈના હાથમાં ભાઈનીએ રાશિ પ્રમાણે રાખડી બાંધવી જોઈએ. તમારા ભાઈની રાશિ પ્રમાણે રાખડીનો રંગ પસંદ કરવાથી તે તમારા ભાઈને શુભ ફળ આપે છે. 
 
મેષ - જો તમારા ભાઈની રાશિ મેષ છે તો તેનો સ્વામી મંગળ છે. આવા જાતકને લાલ રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આને કારણે, તેમના જીવનમાં ભરપૂર ઉર્જા બની રહે છે. 
 
વૃષભ - શુક્ર આ રાશિના લોકોનો સ્વામી છે. ભાઈને વાદળી રાખડી બહેન બાંધે તો તેના માટે શુભ ફળદાયી રહેશે. આનાથી તેના જીવનમાં પોઝીટીવીટી આવશે. 
 
મિથુન - આ રાશિનો સ્વામી બુધ છે. આવી સ્થિતિમાં તમે તમારા ભાઈને લીલા રંગની રાખડી બાંધી શકો છો. આ સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ તરફ દોરી જાય છે.
 
કર્ક - આ રાશિનો સ્વામી ચંદ્રમા છે. આવા લોકો માટે પીળો કે સફેદ રંગ રાખડી માટે યોગ્ય છે. આનાથી જીવનમાં ભરપુર ખુશીઓ આવશે.
 
સિંહ - આ રાશિનો સ્વામી સૂર્ય છે. આવા રાશિના ભાઈ માટે પીળા-લાલ રંગની રાખડી સારી રહેશે.
 
કન્યા - બુધ આ રાશિનો સ્વામી છે. બહેને ભાઇને લીલા રંગની રાખડી બાંધવી જોઇએ.તમામ પ્રકારના ગ્રહોના દોષ દૂર થાય છે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ વધે છે.
 
તુલા - આ રાશિના લોકો માટે વાદળી અથવા સફેદ રંગની રાખડી બાંધવી શુભ રહેશે. આ રાશિનો સ્વામી  શુક્ર છે.
 
ધન - આ રાશિના લોકોનો સ્વામી ગુરુ છે. આવા લોકોએ ગોલ્ડન યલો  રાખડી બાંધવી જોઇએ અથવા પીળી રાખડી બાંધવી જોઈએ.
 
મકર - આ રાશિના ભગવાન શનિદેવ છે. તેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. બહેન ભાઈને વાદળી રંગની રાખડી બાંધે. તેનાથી ભાઈ અને બહેનનો સંબંધ અતૂટ રહેશે.
 
કુંભ - આ રાશિના સ્વામી પણ શનિ  માનવામાં આવે છે. રક્ષાબંધન પર ડાર્ક ગ્રીન રૂદ્રાક્ષ પહેરવો જોઈએ.  ભાઇ માટે રાખડી ખરીદતી વખતે બહેનોએ આ ધ્યાનમાં રાખવું જોઈએ.
 
મીન - આ રાશિના લોકોએ સોનેરી લીલા રંગની રાખડી ખરીદવી જોઈએ. તેને શુભ માનવામાં આવે છે.  આવા લોકો માટે પીળા રંગની રાખડીને શુભ માનવામાં આવે છે.