રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : બુધવાર, 14 ઑગસ્ટ 2024 (08:56 IST)

Raksha Bandhan 2024: રક્ષાબંધનના દિવસે ભાઈ ન કરે આ કામ, ભોગવવુ પડશે અશુભ પરિણામ

raksha bandhan 2023
Raksha Bandhan 2024: રક્ષાબંધનનો તહેવાર આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.  આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતીક છે.  બળેવનો આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ પર ઉજવાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે.  સાથે જ બહેનો ભગવાન પાસે તેમના લાંબા અને સુખી જીવનની કામના કરે છે. બીજી બાજુ ભાઈ પ્રેમ રૂપી આ રેશમના તાંતણાને બાંધીને જીવનભર બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. સાથે જ બહેનને ભેટ પણ આપે છે.  પણ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા કાર્ય બતાવ્યા છે જેમણ રક્ષાબંધનના દિવસે ભાઈઓએ ન કરવા જોઈએ. આવો જાણીએ એ કય્હા કાર્ય છે જેને રક્ષાબંધન પર કરવાથી બચવુ જોઈએ. 
 
ભાઈ આ દિવસે ન કરે બહેનનુ અપમાન 
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનુ પ્રતિક છે. બહેનો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધ્યા વગર કશુ ખાતી પણ નથી. આવામાં આ દિવસે ભાઈઓએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ કે ભૂલથી પણ બહેનનુ અપમાન ન કરો અને ન તો તેમની કોઈ વાતને લઈને વિવાદ કરો. 
 
રાખડી બાંધ્યા પછી ભેટ જરૂર આપો 
રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને કંઈક ભેટ આપે છે. આવામાં રાખડી બાંધ્યા પછી તમારી બહેનને ભેટ જરૂર આપો. માન્યતા છે કે ખાલી હાથ બહેનને મોકલવી શુભ નથી હોતુ.
 
કોઈને પણ ખાલી હાથ ન મોકલશો 
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમ તિથિના દિવસે ઉજવાય છે. પૂર્ણિમા તિથિ પર દાન કરવાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. આવામાં જો આ દિવસે કોઈ ગરીબ માંગવા આવે તો તેને પણ ખાલી હાથ ન મોકલશો. તમારા સામર્થ્ય મુજબ કંઈક ને કંઈક જરૂર આપો. 
 
આ કાર્ય પણ ન કરે 
રક્ષાબંધનના દિવસે પુરૂષોએ પોતાની બહેન જ નહીં પરંતુ કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. આમ તો ક્યારેય  કોઈ પણ સ્ત્રી સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. પરંતુ રક્ષાબંધન પર વિશેષરૂપે કોઈપણ એ પછી પરિવારની હોય કે અન્ય કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર ન કરશો.