શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 જૂન 2020 (17:15 IST)

ગુજરાતના આ ગામોમાં લાખો ઇયળનું આક્રમણ, ખાટલે બેસીને કરવું પડે છે ભોજન

અમરેલીના ઘારીના કોંગ્રસા કાંગસા, સુખપુર સહિતના ગામમાં એક અઠવાડિયાથી એવા દ્વશ્યો સામે આવી રહ્યા છે જેમ કે જંગલી ઇયળોએ ગામના લોકો પર આક્રમણ કરી દીધું હોય. ગામમાં વરસાદ થતાં જંગલી ઇયળોનું આક્રમણ શરૂ થઇ ગયું છે. આ ઇયળો 5-6 દિવસમાં ગામમાં ફેલાઇ ગઇ છે. 
 
ગામમાં ઘરો, દિવાલો, રસ્તા અને ચબુતરા પર ઇયળો જોવા મળી શકે છે. ગામમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં ઇયળોએ ડેરો જમાવી લીધો છે. આ ઇયળો લોકોના ઘરમાં પણ ઘૂસી ગઇ છે. જેના કારણે લોકોને ઘરમાં પગ મૂકવો મુશ્કેલ થઇ ગયો છે. 
 
ઇયળોના આક્રમણના કારણે સૌથી વધુ પરેશાન ગૃહિણીઓ થઇ રહી છે. તેના લીધે મહિલાઓને ખાટલા અથવા પલંગ પર ચૂલો રાખીને રસોઇ બનાવવી પડે છે. લોકો જ્યારે જમવા બેસે છે તો પણ આ ઇયળોનો ત્રાસ સહન કરવો પડે છે.
ક્યારેક-ક્યારેક તો લોકોના ભોજનમાં પણ ઇયળ પડી જાય છે. તેના કારણે તે લોકો પોતાના પર પણ જઇ શકતા નથી અને તેને અલગ-અલગ તરકીબ અપનાવીને ઇયળોને ઠેકાણે લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 
 
તેમ છતાં પણ તેમને આ જંગલી ઇયળોથી છુટકારો મળી રહ્યો નથી. ઘણા લોકો ઝાડ અને ડાળીઓ વડે ઇયળોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ થોડીવારમાં ફરીથી ઘરમાં ઘૂસી જાય છે. ઘણા લોકો તો જંતુનાશક દવા અને કેરોસીનનો છંટકાવ કરે છે તો પણ તેનાથી મુક્તિ મળતી નથી. 
 
આ ઇયળો ફક્ત કાંગસામાં જ નહી આ ઉપરાંત ધારીના સુખપુર, દલખાણિયા અને ગોંવિદપુર સહિત અન્ય ગામમાં ગત પાંચ વર્ષથી વરસાદ આવે છે. ગામના અગ્રણીઓ કહે છે કે આ સંબંધમાં સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધી સમસ્યાનું કોઇ સમાધાન થઇ રહ્યું નથી.  
 
આ અંગે સુખપુરના સરપંચે કહ્યું હતું કે, ઇયળોનો નાશ કરવા માટે કેરોસીનનો છંટકામ ગામ લોકો કરી રહ્યા છે. જો કે કેરોસીન પણ હાલ મળી નથી રહ્યું. ગરીબ લોકોને કેરોસીનનો છંટકાવ કરવો પણ પોસાય તેમ નથી. ઇયળો જંગલમાંથી સતત આવી રહી છે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે.
 
કાંગસાની એક મહિલાએ કહ્યું કે આ ઇયળોનો ત્રાસ એટલો છે કે જ્યારે અમે લોટ બાંધીએ છીએ અથવા સબજી બનાવીએ છીએ તો તેમાં પણ ઘૂસી જાય છે. જ્યારે જમવા બેસીએ છીએ તો થાળીમાં પડે છે અને પાણી પીએ છીએ તો ગ્લાસ પર ચોંટી જાય છે. આ ઇયળ કરડતાં શરીર પર ફોડકીઓ થઇ જાય છે.