રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2017 (18:18 IST)

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે રાજકોટમાં સુંદરતાથી ભારોભાર લેડી ડોનનું રાજ

રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સાથે એક ચોંકાવનારી વિગત એક રીપોર્ટમાં જાણવા મળી છે. ખુંખાર ગૂંડાઓની સાથે હવે ખૂંખાર લેડી ડોન પણ ગુજરાતમાં માર્કેટમાં આવી ગઈ છે. રાજકોટમાં આવી બબલીઓ હવે ડોન બનીને ત્રાસ ફેલાવી રહી છે. તાજેતરમાં જ સામે આવેલા કિસ્સાઓમાં રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર, પાયલ બુટાણી, ક્રિષ્ના, સોનલ વેગડા, સગીરા ‘બબલી’ અને હાલમાં જ સામે આવેલા 10 લાખની લૂંટના કેસમાં ડિમ્પલ રાઠોડ સહિતની તમામ સુંદર દેખાતી  યુવતીઓએ ભયંકર ગુનાઓ આચર્યા છે. 

સોનું ડાંગર નામની ડોન આહિર સમાજની દિકરી છે અને રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિમાં તે સૌથી વધુ સમયથી કામ કરી રહી છે. તેના કામોને જોતાં તે અંડરવર્લ્ડને પણ નીચું નમાવે તેવાં છે. પોલીસ ચોપડે ચડી ચુકેલી આ મહિલા ફાયરિંગ, મારામારી, પ્રોહિબિશન, તેમજ જમીનો પર ગેરકાયદેસર દબાણના કેસોમાં સંડોવાયેલી છે. આ રીતે અનેક ગુનામાં સંડોવાયેલી સોનું ડાંગરને ઝડપી પાડવામાં હાલમાં જ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. તેની સાથે બીજુ મોટું નામ પાયલ બુટાણીનું છે. પાયલ ઉદ્યોગપતિ, બિલ્ડર સહીત મોટા વેપારીઓને બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતી હતી. તેમજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પાયલ વિરૂધ્ધ ખંડણી માગવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. તેમજ છેલ્લે યુનિવર્સીટી પોલીસમાં નોંધાયેલા વેપારીને માર મારી ખંડણી માંગવાના ગુનામાં આ સુંદરી પાયલ હજી સુધી પોલીસના હાથે લાગી નથી.