Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (12:08 IST)
મહીસાગર તટે શ્રદ્વાનો સાગર: 3 રાજ્યના લાખો પશુપાલકોએ દુગ્ધાભિષેક કર્યો
આણંદ જિલ્લામાં વાસદ મહિસાગર નદીમાં મહા મહિનાની બીજે સ્નાન કરવાનો તથા દૂધનો અભિષેક કરવાનો અનોખો મહિમા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રબારી તથા ગોપાલક સમાજના લોકો મહિબીજના દિવસે મહિસાગર નદીમાં પોતાના પશુપાલકોએ દૂધનો અભિષેક કરી પૂજાઅર્ચના કરે છે. આજે રવિવારે વહેલી સવારથી જ વાસદ મહિસાગર નદીના તટ ઉપર રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યાં હતાં. જેમને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. વાસદ મહિસાગર નદીના મહી બીજે સ્નાન કરવાનો તથા દૂધનો અભિષેક કરવાનો અનેરો મહિમા છે. રવિવારે વહેલી સવારથી જ વાસદ મહિસાગર નદીના તટ ઉપર રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યાં હતાં. સમગ્ર દિવસ દરમિયાન પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
નદી તટમાં પાણી વધુ હોય જેથી આણંદ તરફના નદી તટમાં જ તંત્ર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી. જેના કારણે ભારે ભીડ જામી હતી તો હાઇવે ઉપર બે-બે કિમી સુધી લાંબી લાંબી કતારો લાગી હતી. જેને લઇને પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રવિવારે આણંદ જિલ્લાના વાસદ મહીસાગર માતાજીના મંદિર તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્યાનમાં, પરંપરાગત વેશભૂષા, આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં મહીસાગર નદીના તટ પર ઊમટી પડતાં અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોપાલક દ્વારા લોકમાતાના કન્યાદાનને યાદ કરીને મહી બીજના દિવસે ગામે ગામથી રબારી સમાજ કુટુંબ કબીલા સાથે મહીસાગર માતાના ખોળે ઉમટી પડે છે. ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે. તેના દ્વારા મહીસાગરના જળનો અભિષેક કરે છે. પવિત્ર સ્નાન કરે છે. પ્રસાદરૂપે ખાલી કેનમાં મહીમાતાનું પાવન જળ ભરે છે. વાસદના નદી કાંઠે આવેલા મહીસાગર માતાના મંદિરે પણ દર્શન-પૂજન કરે છે. મંદિરે ઉપવાસીઓને ફળાહાર કરાવાય છે.