બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2017 (15:57 IST)

સીએમ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિનનો પ્રારંભ ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પાર્ક ખાતે પશુ-પક્ષીઓને ચણ અને ચારો ખવડાવીને કર્યો હતો. સીએમ આજે વહેલી સવારે ઈન્દ્રોડા પાર્ક ખાતે પહોંચી ગયા હતાં. જ્યાં તેઓએ પાર્કના પક્ષીઓને ચણ નાખી હતી અને પશુઓને ચારો ખવડાવી પર્યાવરણનો અને પશુ પ્રેમનું અનોખું ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ‘કનેક્ટ ટુ નેચર’ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ હાજરી આપી પ્રકૃતિ સાથે જોડાણના ભાગરૂપે વૃક્ષારોપણ કર્યું હતું. 10 કરોડ વૃક્ષ વાવેતરનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.વિશ્વ પર્યાવરણ દિનના પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એનવાયરમેન્ટલ રિસર્ચ મીટ 2017નું આયોજન કરવામાં આવ્યું હતું.  સાથેજ રાજ્યની તમામ કોર્પોરેશન દ્વારા ઘન કચરો અન પ્રવાહી કચરાનું અલગ અલગ પૃથ્થકરણ કરી તેનો જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવા પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં પ્રકૃતિ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.