રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2022 (10:23 IST)

“વર્લ્ડ હેરિટેજ’’એલિસબ્રિજ બચાવો –“વર્લ્ડ હેરિટેજ’’ દરજ્જો જાળવો

અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન તેમજ હેરિટેજ મુલ્યો ધરાવતો ૧૩૦ વર્ષ જુના એલિસબ્રિજની માત્ર એતિહાસિક વેલ્યુ નહી તેની સાથે લોકોની લાગણીઓ પણ જોડાયેલ છે. એલિસબ્રિજ અંગ્રેજોના શાસન તથા સ્વતંત્રતાની ચળવળ તથા દાંડીકુચ સાથે તેની યાદો જોડાયેલી છે. તેમજ તે ચળવળનો મુક સાક્ષી પણ છે. તેમજ તેનું સ્થાપત્ય અગાઉના વર્ષોની બાંધકામ પ્રણાલી તથા તે સમયની એન્જીનીયરોની કુશળતા પુરવાર કરે છે. આજના સમયમાં આવા પ્રકારનો બ્રિજ બાંધી શકાય કે કેમ તે પણ પ્રશ્ન છે ?
 
હેરિટેજ મુલ્યો ધરાવતો ૧૩૦ વર્ષ જુના એલિસબ્રિજને તોડી તેની જગ્યાએ માત્ર બી.આર.ટી.એસ માટે નવો આર.સી.સી. બ્રિજ બનાવવાની દરખાસ્ત ભુતકાળમાં ભાજપના સત્તાધીશો દ્વારા સ્ટે.કમિટીમાં લાવવામાં આવી હતી. તે સમયે પુરાતત્વવાદી અને શહેરની જનતાની લાગણી ધવાઇ હતી સત્તાના મદમાં વિકાસના નામે વિનાશની નીતી અખત્યાર કરીને હેરિટેજ મુલ્યો અને એતિહાસિક વારસા સાથે ચેડાં કરવાની ભાજપ દ્વારા જે હિંમત કરવામાં આવી હતી. જેને લઇને પ્રજામાં આક્રોશ ફાટી નીકળતાં અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ થતાં સત્તાધારી ભાજપને તે દરખાસ્ત પડતી મુકવાની ફરજ પડેલ હતી.
 
હેરિટેજ મુલ્યો ધરાવતો એલિસબ્રિજ ના પાયામાં સીસું તેમજ ઉચ્ચ કક્ષાનું સ્ટીલ વાપરેલ તે સ્ટીલને આજે ૧૩૦ વર્ષ થઇ જવા આવ્યા જેથી તે જર્જરીત થવા પામે તે સ્વાભાવિક છે. પરંતુ ભાજપના સત્તાધીશોને જે એલિસબ્રિજને કારણે તેની એતિહાસિક અને હેરીટેજ ઓળખ મળવા પામેલ છે. તેની એતિહાસિક ઓળખ તથા અમદાવાદ શહેરની હેરિટેજ સીટીનો દરજ્જો જાળવી રાખવા ભાજપના સત્તાધીશો નિષ્ફળ ગયાં છે.
 
ચાલુ વર્ષના બજેટમાં એલિસબ્રિજની સુંદરતા વધારવા તેના બ્યુટીફીકેશન કરવા માટે ફીઝીબીલીટી રીપોટ તૈયાર કરવા ૫૪.૦૦ લાખ ફાળવેલ હતાં પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે એલીસબ્રિજ ઘણો જર્જરીત થઇ જવા પામેલ છે તેમાં મોટા ગાબડાં પણ પડેલ છે. તેમ છતાં તેની સુંદરતા વધારવા તથા જાળવણી કરવા બાબતે કોઇ કાર્યવાહી થઇ નથી ભાજપના સત્તાધીશોને વાહવાહી મેળવવા રીવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજ બનાવવા નાણાં અને સમય છે. 
 
પરંતુ અમદાવાદની ઓળખ સમાન એલીસબ્રિજને જાળવવા માટેની કોઇ ઇચ્છાશકિત જ નથી અમદાવાદમાં આવેલ ઐતિહાસિક સ્થળોની અપમાનજનક અને ઘોર અવગણનાની સ્થિતિ ઉભી થઇ હોય તેવું લાગે છે.સમગ્ર વિશ્વમાં અમદાવાદ શહેરને ગૌરવ અપાવનાર સમગ્ર વિશ્વમાંથી આવતા પ્રવાસીઓ અમદાવાદ શહેરના હેરીટેજ સીટીની મુલાકાત લેવા અચુક આવે તે માટે અમદાવાદ શહેરની વિરાસતરૂપી સંસ્કૃતિ તે માટે હેરીટેજ ડીર્પા. ખોલવામાં આવેલ તે ખાતા દ્વારા હેરીટેજ વેલ્યુ જાળવવા માટે હેરીટેજ વોક પણ રાખવામાં આવે છે. એક તરફ અમદાવાદ શહેરને "વર્લ્ડ હેરીટેજ" સીટીનો દરજ્જો હોય ત્યારે બીજી તરફ હેરીટેજ વેલ્યુ ધરાવતાં એલીસબ્રિજની હેરીટેજ વેલ્યુ જાળવી રાખવા કોઇ કાર્યવાહી ના થાય તે યોગ્ય નથી
 
અમદાવાદ શહેરની હેરીટેજ સંસ્કૃતિરૂપી વિરાસતો બચાવવી તેનું જતન તેમજ સુરક્ષા તથા જાળવણી કરવી તે માત્ર જરૂરી જ નહી પણ આપણાં સૌની ફરજ પણ છે જેથી એલિસબ્રિજનું જે કોઇ પણ સમારકામ કરવાની જરૂર હોય તે તમામ કામ તાકીદે હાથ ઉપર લેવા કોગ્રેસ પક્ષ વતી અમારી માંગણી છે.