રાજ્યસભાના સાંસદનો ગીરમાં સિંહ સાથેનો ફોટો વાયરલ થતાં વિવાદ

Last Modified બુધવાર, 19 એપ્રિલ 2017 (14:11 IST)

ભાજપના અગ્રણી અને રાજયસભાના સાંસદ (MP) શંકર વેગડના એક ફોટોને કારણે વિવાદ ઉભો થયો છે. આ ફોટો ગીરના જંગલનો છે, શંકર વેગડની સાથે આઠ જેટલા સિંહ પણ દેખાય છે. આ અંગે શંકરભાઇ વેગડનો સંપર્ક સાંધવાની કોશિષ કરી હતી પણ વાત થઇ શકી નહોતી, આથી તેમની સાથે ફોટોમાં દેખાતા સચિન વેગડનો અમે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે ફોરેસ્ટના ગાર્ડ્સ અમારી સાથે હતા. ફોરેસ્ટના મોટા-મોટા ઓફિસર્સ પણ અમારી સાથે હતા. અમે ગાડીમાં બેઠા-બેઠા આ ફોટો લીધા હતા, અમે વાહનમાંથી નીચે ઉતર્યા જ નહોતા. પાર્લામેન્ટી કમિટીના ભાગરૂપે એક ઓફિશિયલ ટુર પર હતા.સૂત્રોના જણાવ્યાનુસાર સિંહ સાથે પોઝ આપતો વેગડનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો અને શંકરભાઇ વેગડે પોતે જ પોતાના ફેસબુક પેજ પર તે શેર કર્યો હતો. એક્ટિવિસ્ટ સાંસદને દંડ થાય તેવી માંગ ઉઠી રહી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ગીરના જંગલમાં પત્ની રીવાબાને સાથે રાખી સિંહ સાથે સેલ્ફી લેતા વિવાદ થયો હતો અને જાડેજાએ દંડ પણ ભરવો પડ્યો હતો


આ પણ વાંચો :