મંગળવાર, 13 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 19 ડિસેમ્બર 2025 (14:22 IST)

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

Bharti Singh
પોપુલર કૉમેડિયન ભારતી સિહ અને રાઈટર પ્રોડ્યુસર હર્ષ લિંબાચિયાએ બીજી બાળકનુ સ્વાગત શુક્રવારે 19 ડિસેમ્બરે કર્યુ છે. કોમેડિયનને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યારે તે લાફ્ટર શેફ્સનુ શૂટિંગ કરવાની હતી. જો કે અત્યાર સુધી કપલ તરફથી ફેંસને ગુડ ન્યુઝ આપ્યા નથી પણ જ્યારથી સોશિયલ મીડિયા પર ભારતી સિંહના માતા બનવાના સમાચાર આવ્યા છે. ફેંસ શુભેચ્છાઓ આપતા જોવા મળી રહ્યા છે. જેને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યા છે.  

 
એક રિપોર્ટ મુજબ ભારતી સિંહ આજે સવારે શૂટ પર હાજર હતી. જ્યારે તેનુ વૉટર બ્રોક થઈ ગયુ. ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યા તેમણે પુત્રને જન્મ આપ્યો.  આ સાથે એવુ પણ જાણવા મળ્યુ છે કે ડિલીવરી વખતે હર્ષ લિંબોચિયા તેમની સાથે હાજર હતા.  બીજી બાજુ લાફ્ટર શેફ્સની ટીમે મીઠાઈ વહેચતા ભારતી સિંહના પુત્રના સમાચારને કન્ફર્મ કર્યુ છે.  
 
જે લોક નથી જાણતા તેમને બતાવી દઈએ કે 41 વર્ષીય કોમેડિયન ભારતી સિંહે 2017માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા.  બીજી બાજુ 2022 મા કપલ પુત્ર લક્ષ્ય જેને તેઓ પ્રેમથી ગોલા બોલાવે છે. તેનો જન્મ થયો હતો. બીજી બાજુ ઓક્ટોબરમાં કપલે બીજી પ્રેંગનેંસીનુ એનાઉંસમેંટ એક પોસ્ટ સાથે કર્યુ હતુ.  
 
પોસ્ટમાં કપલે એક રોમાંટિક ફોટો શેયર કર્યો, જેમા ભારતી સિંહ પોતાના બેબી બંપ ફ્લોંટ કરતા નડર આવી હતી. આ ઉપરાંત બેબી શાવર અને મેટરનીટી  ફોટોશૂટની તસ્વીરો પણ કપલે શેયર કરી હતી.  બીજી બાજુ  પોસ્ટ સાથે કૈપ્શનમાં તેમણે લખ્યુ અમે બીજીવાર પ્રેગનેંટ છે. હવે ડિસેમ્બર 2025 માં કપલ બીજા બાળક એટલે કે પુત્રના પેરેંટસ બન્યા છે.