Last Updated :રાજકોટ , સોમવાર, 28 મે 2018 (10:59 IST)
ધોરણ-10 નું આજે પરિણામ
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજે કસોટીનો દિવસ છે કારણ કે, આજે ગુજરાત સેકેન્ડરી બોર્ડનું ધોરણ 10 નુ પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ વખતે બોર્ડમાં પ્રથમ ક્રમાંકે કોણ આવશે ? છોકરો કે પછી છોકરી ? તે અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે.
વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકેન્ડરી એજ્યુંકેશન બોર્ડ (જીએસઈબી)એ પોતાની વેબસાઈટ પર સવારે 10 વાગ્યા બાદ ધોરણ-10 નું પરિણામ ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જીએસઈબીએ ફોનલાઈન સેવા પણ શરૂ કરી છે જેમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે.
અત્રે જણાવાનું કે, આ વખતે લાખોની સંખ્યામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી છે. બોર્ડની યાદી અનુસાર આગલા ધોરણ માટેની એડમિશન પ્રક્રિયા 6 જુન બાદ શરૂ કરવામાં આવશે તથા વિદ્યાર્થીઓને મેરિટના આધારે જ પ્રવેશ અપાશે.