શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ડિસેમ્બર 2020 (11:04 IST)

1146 બ્રાઈડલ મેકઅપ આર્ટીસ્ટસએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નામ નોંધાવી સિદ્ધિ હાંસલ કરી

ભારત અને અન્ય દેશોના 1146 હેર એન્ડ બ્યુટી પ્રોફેશનલ્સે “મોસ્ટ યુઝર્સ ઈન એ મેકઅપ વિડીયો હેંગઆઉટ” રેકોર્ડ ના પ્રયાસ દરમ્યાન સૌથી વધારે મેકઅપ આર્ટિસ્ટસ દ્વારા સમાંતરપણે નવવધૂનો મેકઅપ પૂર્ણ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પોતાનુ નામ નોંધાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
 
આ ઈવેન્ટનુ આયોજન બીસા (બ્યુટી સલૂન ઈન્ટરનેશનલ ટ્રેડ શો)અને ઓલ ઈન્ડીયા હેર એન્ડ બ્યુટી એસોસિએશન તથા બ્રહ્માણી ઈવેન્ટસ દ્વારા કરવામાં આવ્યુ હતું અને મેકઅપ આર્ટિસ્ટસે ભારતીય સ્ટાઈલમાં નવવધૂ /મોડેલનો ફેસ મેકઅપ પૂરો કર્યો હતો. સૌ પ્રથમ વાર યોજાયેલા આ અનોખા ઈવેન્ટમાં એક મેકઅપ આર્ટીસ્ટ અને એક  મોડેલ/નવવધૂ દરેક સ્થળે  હાજર રહયા હતા.
 
આ ઈવેન્ટનુ લંડનથી મોનિટરીંગ કરી રહેલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝની ટીમે ભારત, યુએસ, યુકે, યુએઈ અને અન્ય સ્થળોએથી સામેલ થનાર મેકઅપ આર્ટિસ્ટસને સર્ટિફાય કર્યા હતા.
 
બીસાના મેનેજીંગ ડિરેકટર જસવંત બામણીયા જણાવે છે કે “ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પામવુ તે મોટી સિધ્ધિ છે અને ભારત અને વિદેશના મેકઅપ આર્ટિસ્ટસ સમુદાય માટે આ ગૌરવની ક્ષણ છે. અમે આ રેકોર્ડને સર્ટિફાય કરવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝના અધિકારીઓના આભારી છીએ.”
 
હેર એન્ડ બ્યુટી ઈન્ડસ્ટ્રીને કોરોના મહામારીને કારણે લદાયેલા લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ખૂબ માઠી અસર થઈ છે. આઉટડોર ઈવેન્ટસ અને એકત્ર થવા ઉપર પ્રતિબંધને કારણે વ્યવસાય સ્થગીત થઈ ગયો છે. મેકઅપ આર્ટિસ્ટના મુખ્ય સ્ત્રોત ગણાતાં  લગ્નો ઉપર નિયંત્રણોને કારણે હાલત  ખૂબ જ કથળી છે. 
 
ઑલ ઈન્ડીયા હેર એન્ડ બ્યુટી એસોસિએસનનાં પ્રેસીડેન્ટ સંગીતા ચૌહાણ જણાવે છે કે  “ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝના પ્રયાસનો ઉદ્દેશ બ્યુટી પ્રોફેશનલ્સને હાલના કપરા સમયમાં પોઝિટિવ રહેવા માટે પ્રેરણા મળશે. આ ઈવેન્ટ મારફતે  તેમને દુનિયા સામે  બ્રાઈડલ મેકઅપ કલા દર્શાવવાની તક મળી છે. 
 
આ સફળ આયોજનથી તેમનો જોમમાં વધારો થયો છે. અને આ બધા લોકો મહામારીમાંથી મજબૂત બનીને બહાર આવશે અને ક્રિએટિવ અને ઈનોવેટિવ મેકઅપ આઈડીયાઝ શોધી શકશે તેનાથી તેમને આગામી મહિનાઓમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થવા માંડે ત્યારે નવેસરથી સારી શરૂઆત માટે પ્રોત્સાહન મળશે.”
 
આ ઈવેન્ટની શરૂઆત સવારે 10.00 વાગે થઈ હતી અને એક કલાકમાં સમાપન થયુ હતું. મહામારીની પરિસ્થિતિને કારણે આર્ટિસ્ટસ એ સમગ્ર ઈવેન્ટ દરમ્યાન ફેસ માસ્કસ પહેરી રાખ્યા હતા.