મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 27 માર્ચ 2025 (14:58 IST)

સાબરકાંઠામાં 2100 થી વધુ સ્વાસ્થ્ય કર્મચારી બરતરફ, આ માંગો ને લઈને કરી રહ્યા હતા હડતાલ

gujarat strike
gujarat strike
Gujarat Latest News: સાબરકાંઠામાં જીલ્લા પ્રાથમિક અને સામુદાયિક કેન્દ્રોના 2100 થી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓને કામ પર પરત નહી ફરવની પોતાની માંગોના સમર્થનમાં ગાંધીનગરમાં અચોક્કસ હડતાલ ચાલુ રાખવાને કારણે ગુરૂવારે 2100 કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે.  
 
સ્વાસ્થ્ય સેવામાંથી બરખાસ્ત કરવામાં આવેલ કર્મચારી તકનીકી કૈડરમાં સામેલ કરવા, ગ્રેડ પે સંશોધન કરવાની સાથે વિભાગીય પરીક્ષાઓને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. તેને લઈને તેઓ ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ માટે હડતાલ કરી રહ્યા હતા. આ કર્મચારી નોટિસ રજુ કર્યા બાદ પણ કામ પર પરત નહોતા ફરી રહ્યા. 
 
મુખ્ય જીલ્લા સ્વાસ્થ્ય અધિકારીર રજુ કરી નોટિસ 
સાબરકાંઠાના મુખ્ય જીલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉ. રાજ સુતારિયાએ કહ્યુ, ઉપ કેન્દ્રો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોના સ્વસ્થ્ય કર્મચારીઓને નોટિસ રજુ કર્યા બાદ 116 કર્મચારી કામ પર પરત આવ્યા છે. તેમ છતા અન્ય લોકો ગેરહાજર રહ્યા. 
 
116 કર્મચારીઓ કામ પર પરત ફર્યા 
સાબરકાંઠાના મુખ્ય જીલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો. રાજ સુતારિયાએ માહિતી આપતા જણાવ્યુ કે હડતાલ પર ગયેલા કર્મચારીઓમાંથી 116 કર્મચારીએ કામ પર કમબેક કરી લીધુ. પણ બાકીના સ્વાસ્થ્ય કર્મચારી ડ્યુટી પર ગેરહાજર રહ્યા.  તેને કારણે 406 કર્મચારીઓને સેવામાંથી હટાવી લેવામાં આવ્યા.  જ્યારે કે પર્યવેક્ષક કૈડરના 55 કર્મચારીઓને આરોપ પત્ર રજુ કરી તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના સ્વાસ્થ્ય કર્મચારી પોતાની માંગોના સમર્થનમાં 12 માર્ચથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  
 
વિપક્ષે કર્યો સરકાર પર હુમલો 
આ વખતે સરકાર પર હુમલો બોલતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારને યાદ અપાવ્યુ કે સ્વાસ્થ્ય કર્મચારીઓએ કોવિડ-19 મહામારીના દરમિયાન દર્દીઓનો જીવ બચાવવામાં સખત મહેનત કરી. તેમણે કહ્યુ, લાંબા સમયથી આ કર્મચારી સતત પોતાની નાણાકીય અને પ્રશાસનિક માંગોને રાજ્ય સરકાર સમક્ષ મુકતા આવી રહ્યા છે. સરકારે અનેકવાર તેમની સાથે વાતચીત પણ કરી છે. પણ તે પોતાના દ્વારા ગઠિત સમિતિની ભલામણોને લાગૂ કરવ માંગતા નથી. 
 
રાજય સરકારની નીતિઓની તુલના બ્રિટિશ ઉપનિવેશવાદીઓની નીતિઓ સાથે કરતા ચાવડાએ કહ્યુ કે બીજેપી સરકાર પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા તૈયાર નથી અને તેમને આંદોલન કરવાની મંજુરી પણ નથી આપી રહી. કોંગ્રેસ ધારસભ્યએ કહ્યુ કે તેને બદલે સરકાર કાયદો અને નિયમ લાગૂ કરી રહી છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી કરી રહી છે. 
 
આરોગ્ય કર્મચારીઓની શુ છે માગણીઓ ? 
મુખ્ય માગણીઓમાં MPHW (મલ્ટીપર્પઝ હેલ્થવર્કર), FHW (ફીમેલ હેલ્થવર્કર), MPHS (મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર), FHS (ફીમેલ હેલ્થ સુપરવાઈઝર), TMPH (તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર), THV (તાલુકા સુપરવાઇઝર) અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.