શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (14:16 IST)

મનગમતાં નંબર માટે 18 લાખનો ધુમાડો- 12 લાખની કાર 18 લાખનો નંબર

mulank 9
આજે સૌ કોઇને લક્કી આંકડા મેળવવા કે લેવાનો ક્રેઝ છે. લોકો લક્કી નંબરના ચક્કરમા લોકો ઘેલા થઈ જાય છે. આવું જ એક કિસ્સો કચ્છથી સામે આવી રહ્યુ છે 9ની સીરીઝમાં નંબર મેળવવા માએ એક વાહન માલિકે 18.45 લાખની બોલી લગાવી છે. નવાઈ આ છે કે 10 થી 12 લાખની હોંડા વેન્યુ કાર માટે આ પસંદગીનુ મંબત મેળવવાનો  આ કિસ્સો સમગ્ર કચ્છમાં ચર્ચા થઈ રહી છે. 
 
ભુજ આરટીઓ કચેરીમાં પણ નવી સિરીઝ GJ 12 FD ખૂલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરીઝમાં ‘નવડો’ હોટફેવરિટ રહ્યો હતો જેના માટે એક વ્યક્તિએ રૂ. 18.45 લાખ સુધી બોલી લગાવી હતી. ભુજ આરટીઓમાં નવડા માટે આ અત્યાર સુધીની હાઇએસ્ટ રકમ હોવાનું માનવામાં આવે છે. 9 નંબરનો આંક લેવા માટે રૂ. 18.45 લાખ સુધીની બોલી લગાવતા આરટીઓનો સ્ટાફ પણ અચરજમાં મુકાઇ ગયો હતો.