સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (11:09 IST)

સુરતના ટેણિયા દફતરમાંથી નિકળ્યું 2 કિલ્લો અફીણ, કરતો હતો અફીણની ડિલીવરી

ગુજરાતમાં ધીમે ધીમે ડ્રગ્સ વેપલો વધતો જાય છે. ગુજરાતનું યુવાધન પંજાબના પગલે ચાલી રહ્યું હોય એવું લાગે છે. પહેલાં તો માત્ર દારૂની બોટલો ઝડપાવવાના સમાચાર આવતા હતા, જોકે હવે ડ્રગ્સના જથ્થો પકડાતો હોવાના સમાચાર આવી રહ્યા છે. થોડાક સમય પહેલાં હજારો કિલ્લો ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી ઝડપાઇ હતું. ત્યારબાદ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી નાનો મોટો ડ્રગ્સ જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે વધુ ચોંકવાનારી ઘટના સાથે આવી છે. જે સમાજ માટે લાલબત્તી સમાન છે. 
 
સુરતમાં વધુ એક વખત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પરથી અફીણનો જથ્થો ઝડપાવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિદ્યાથી પાસેથી બે કિલ્લો અફીણ જથ્થો પકડાયો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થી અફીણની ડિલીવરી કરતો હતો. આ અફીણ રાજસ્થાનના ચિત્તોડગઢથી લાવવામાં આવતું. 
 
સુરતમાં એક વિદ્યાર્થી બે કિલોના અફીણના જથ્થા સાથે ઝડપાયો પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીઓ અફીણની ડિલીવરી કરતા હોવાનું બહાર આવ્યું છે.. આ અફીણ રાજસ્થાનના ચિત્તોડગઢથી સુરત લાવવામાં આવ્યું હતું. જેને વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છુપાવીને તેની હેરાફેરી કરતા હતા. જો કે પુણા પોલીસને શંકા જતા નિયોલ ચેકપોસ્ટ ઉપરથી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની બેગની તલાસી લેતા વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી બે કિલો અફીણ મળી આવ્યું હતું.