રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (23:14 IST)

કારખાનામાં બોઈલર ફાટતાં 2ના મોત

મોરબીનાં બગથળા ગામે કારખાનામાં બોઈલર ફાટ્યું છે. બોઈલર ફાટતાં કારખાના આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કંપનીના પાર્ટનર સહીત અન્ય બે યુવાન દાઝી ગયા હતા. જો કે બે યુવાનોનું કરુણ મોત થયું હતું અને એક શ્રમિકની શોધખોળ શરૂ છે. સિંટેથિક નામની ફેકટરી હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે ધૂમાડાના કાળા ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. 
 
મોરબીના બગથળા નજીક ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા બે યુવાનોના મોત, એકને ઈજા
 
 મોરબીનાં બગથળા ગામે કારખાનામાં બોઈલર ફાટ્યું છે. બોઈલર ફાટતાં કારખાના આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કંપનીના પાર્ટનર સહીત અન્ય બે યુવાન દાઝી ગયા હતા. જો કે બે યુવાનોનું કરુણ મોત થયું હતું. 
 
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પર કાબુ મેળવવા માટે ફાયરની ૩ ટીમોએ ૨ કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવને પગલે ફાયર ઉપરાંત મોરબી તાલુકા પોલીસ અને ૧૦૮ ની ટીમ પણ દોડી ગઈ હતી ઈવા સિન્થેટીક નામની ફેકટરીમાં રેકઝીન બનાવવામાં આવતું હતું જ્યાં બોઈલર બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા તો એકને ઈજા પહોંચી હતી જોકે બોઈલર બ્લાસ્ટ ક્યાં કારણોસર થયું તે હાલ સ્પષ્ટ થયું નથી તાલુકા પોલીસ ટીમે તપાસ શરુ કરી છે