ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 એપ્રિલ 2022 (17:39 IST)

અમદાવાદના ગોતામાં ટ્રકમાંથી ઉતારતી વેળા ટાઈલ્સ પડતાં 2 મજૂરોના મોત

2 death in gota
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આજે ટ્રકમાંથી ટાઇલ્સ ઉતારવા ગયેલા મજૂરો પર અચાનક ટાઇલ્સ પડતા તેઓ દબાઈ ગયા હતા. જેમાં બે મજૂરોના મોત નિપજ્યા છે. આ અંગેની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. મરનાર મજૂર મૂળ બિહારના મુજફ્ફરનગરના રહેવાસી છે. હાલ મૃતકને પીએમ અર્થે મોકલવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોલા વિસ્તારમાં માર્બલ અને ટાઇલ્સ ઉતારવાનું કામ કરતા મજૂરો રોજકામ મળે તેમ અલગ-અલગ જગ્યાએ ટ્રકમાંથી સામાન ઉતારવા માટે જતા હતા. આ દરમિયાન આજે સોલા વિસ્તારમાં એક જગ્યાએ ટ્રકમાંથી માર્બલ સુધારવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગોતા હાઉસિંગમાં રહેતા બિહારના બે મજૂરો પણ અન્ય મજૂરોની સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. અચાનકમાંથી વજનદાર માર્બલ ધસી પડ્યા હતા. જેના કારણે બે મજૂરો 30 વર્ષના આશરાના રાકેશ સહાની અને સુખદેવ સહાની આ પથ્થરની વચ્ચે દબાઇ ગયા હતા.વજનદાર પથ્થરોની વચ્ચે દબાઇ જતા બંને મજૂરો સ્થળ પર જ મોત નિપજ્યા છે, આ અંગે સોલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ યુવરાજ સિંહ વાઘેલા દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, બે મજૂરોનાં મોત થયા બાદ હાલ પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરવામાં આવશે.