1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (12:08 IST)

અમરેલીમાં રખડતાં ઢોરોની જાણકારી આપતાં 2ની હત્યા, 4ની ધરપકડ

ગુજરાતના અમરેલી જિલ્લામાં ડબલ મર્ડરનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રખડતાં ઢોરોની માહિતી નગરપાલિકાને આપતાં બે યુવકોની આઠ થી દસ વ્યક્તિએ ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે જેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના બાદ અમરેલીના કુકાવાવ વિસ્તારમાં તણાવભર્યો માહોલ પેદા થયો છે. 
 
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર અમરેલીના કુકાવાદમાં રહેતા ગોવિંદ રામભાઇ (30) ત્રાડ અને કરશન ઉર્ફે ભલાવભાઇ (27) નામના બે યુવકો કુકાવાવ રોડ પર ઉભા હતા. તે દરમિયાન આઠ થી દસ વ્યક્તિએ આવ્યા અને બંને પર ધારદાર હથિયારો વડે હુમલો કરી મોતનો ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં અમેરેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અમરેલી પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે ગોવિંદ રામભાઇ ત્રાડ અને કરશનભાઇ રખડતાં ઢોરોની જાણકારી નગરપાલિકાને આપતા હતા. ત્યારબાદ નગરપાલિકા તેના પર કાર્યવાહી કરતી હતી. તેને લીધે બંને યુવકો લોકોની નજરમાં ખડકતા હતા. 
 
પોલીસનું કહેવું છે કે કેટલાક લોકોએ કુકાવાડા રોડ પર ઉભેલા ગોવિંદભાઇ અને કરશનભાઇ પર તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વચ્ચે પડેલા એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે. જે હાલમાં હોસ્પિટલમાં ભરતી છે જેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. 
 
પોલીસનું કહેવું છે કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે. સુરક્ષાને જોતાં સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે બંને યુવકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. કુલ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરી ચૂકી છે.