ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:27 IST)

15 જાન્યુઆરી 2021થી હોલમાર્ક વગરના દાગીના નહીં વેચી શકાય

સોનું ખરીદતા ગ્રાહકોને શુદ્ધ સોનું સોનું મળી રહે તે માટે દેશભરમાં 15 જાન્યુઆરી 2021થી દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. આ માટે જાહેરનામું 15 જાન્યુઆરી 2020ના રોજ બહાર પડાશે. પરંતુ વેપારીઓને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવા 1 વર્ષનો સમય અપાશે. હોલમાર્કિંગ પ્રોજેક્ટ માટે મુંબઈની આઈટી ટીમ સાથે જોડાણ કરાયું છે. 15 જાન્યુઆરી 2021 પછી કોઈપણ વેપારી હોલમાર્કિંગ વગરના દાગીના વેચી શકશે નહીં. સોનીઓએ હોલમાર્ક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. સેન્ટરમાં મોકલાતા દાગીનામાં કોઈ ભેળસેળ હશે તો સોફ્ટવેરની મદદથી પકડાશે. સેન્ટર દાગીનાને યુનિક નંબર આપશે.આ ઉપરાંત દાગીના પર બીએસઆઈનો માર્ક પણ હશે અને સોનાના વજનની માહિતી દર્શાવેલી હશે.અમદાવાદ જવેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે જે વેપારી પાસે હોલમાર્ક વગરના દાગીના હશે તેના ભાવ મુદત પછી નહીં મળે. જ્યારે જે ગ્રાહકો પાસે હોલમાર્ક વગરના દાગીના છે તેઓએ મુદત પહેલા ખરીદેલા હોય તો તેના પુરાવા આપવાના રહેશે. આ બન્ને કેસમાં વેપારી અને ગ્રાહકોને બજાર ભાવથી 5થી 8 ટકા ઓછા ભાવ મળશે.