બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (12:48 IST)

23 APMCની ચૂંટણીની તારીખ જાહેર, આ મહિનામાં યોજાશે 17 APMCની ચૂંટણી

APMC
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે બાકી રહેલી APMCની ચૂંટણી જાહેર કરાઈ છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વિવિધ APMCની ચૂંટણી યોજાશે. જેમાં ફેબ્રુઆરી માસમાં બે APMCની ચૂંટણી યોજાશે. જો વિગતે વાત કરીએ તો 3જી ફેબ્રુઆરીએ વિજાપુર APMCની ચૂંટણી યોજાશે. 24મી ફેબ્રુઆરીએ રાજપીપળા APMCની ચૂંટણી યોજાશે.માર્ચ મહિનામાં એક માત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે. તો 4 થી માર્ચે અંજાર APMCની ચૂંટણી યોજાશે. જ્યારે 17 APMCની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાશે. જેમાં 10 APMCની એક સાથે 17મી એપ્રિલે ચૂંટણી યોજાશે. જેમાં કરજણ, સિદ્ધપુર, ટીંબી, વાલિયા,તારાપુર,ડીસા,બોડેલી,ઉમરાળા,માણસા અને વાસદની APMC ની ચૂંટણીનો સમાવેશ થાય છે. 

બાયડ APMCની 12મી એપ્રિલમના રોજ ચૂંટણી યોજાશે.આ ઉપરાંત સુરત અને વિરમગામ APMCની 24મી એપ્રિલે ચૂંટણી યોજાશે, તો સોનગઢ (તાપી) APMCની 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે. તેમજ માલપુર APMCની 27 એપ્રિલ અને કાલાવડ APMCની 28મી એપ્રિલે ચૂંટણી યોજાશે. માંડલ APMCની 29મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. તો વાલોડ અને સાવલી APMCની 1લી મેના રોજ ચૂંટણી યોજાશે અને ધંધુકા APMCની 5મી એપ્રિલેના રોજ ચૂંટણી યોજાશે.