બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2023 (12:55 IST)

ગુજરાતના કચ્છમાં ફરી 3.2ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર

earthquake
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આજે ફરી કચ્છમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે  હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી.

હજી ગઈકાલે જ નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આજે કચ્છના ભચાઉ ખાતે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 ની નોંધાઈ હતી. અને તેનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દુર નોંધાયુ હતું. જોકે આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. રાજ્યના કચ્છ અને અમરેલીમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન ગઈકાલે નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. પરંતુ ભુકંપના આ આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા.