બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 18 ડિસેમ્બર 2024 (07:40 IST)

ગુજરાતનું આ 50 વર્ષ જુનું મંદિર કરી દીધું હતું બંધ, હવે પોલીસે અતિક્રમણ પર કરી કાર્યવાહી

50 year old temple of dwaraka was closed
50 year old temple of dwaraka was closed
ગુજરાતના દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં આવેલ 50 વર્ષથી વધુ જૂના સંતોષી માતાના મંદિરને બંધ કરવાનો મામલો હાલ  ચર્ચામાં હતો. પ્રશાસને હવે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.
 
ઉલ્લેખનીય છે કે સંતોષી માતાનું મંદિર હનીફ, સુલેમાન, ગફાર, અબ્બાસ અને ઓમરે જાણી જોઈને બંધ કર્યું હતું. જો કે પોલીસે આ મામલે ત્વરીત કાર્યવાહી હાથ ધરી છે.
 
પોલીસની કાર્યવાહી ને કારણે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી અને સ્થળ પરથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે હવે સંતોષી માતાના મંદિર સુધી પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
 
આ કાર્યવાહીમાં વહીવટીતંત્ર દ્વારા અતિક્રમણ કરાયેલ જગ્યાને તોડી પાડવામાં આવી હતી. હવે ભક્તો ફરી એકવાર સંતોષી માતાના મંદિરે જઈને પૂજા વિધિ કરી શકશે.

 
તમને જણાવી દઈએ કે આવી જ ઘટના ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પણ જોવા મળી હતી. હાલમાં જ અહીં એક 46 વર્ષ જૂનું મંદિર જોવા મળ્યું હતું, જે બંધ થઈ ચુક્યું હતું. 
 
આ મંદિરની આસપાસથી અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સંભલ સદરના ખગ્ગુ સરાઈમાં એક મંદિર મળ્યું છે. ત્યાંના લોકો જાતે જ તેની આસપાસના વિસ્તારમાંથી અતિક્રમણ હટાવી રહ્યા છે.