શનિવાર, 24 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (11:48 IST)

બનાસકાંઠામાં ઘાસચારા માટેની 500 કરોડની સહાય ન ચૂકવાતા પાંજરાપોળોમાંથી ગાયોને રસ્તા પર છોડી દેવાઈ

સરકાર દ્વારા ગાયો માટે ઘાસચારોના સહાય માટે 500 કરોડની જાહેર કરવામાં આવી હતી. જાહેર કરેલી સહાય મામલે ગૌભક્તો હવે સહાય ન ચૂકવાતા વિરોધ કરી રહ્યા છે. જાહેર કરેલી સહાય ચૂકવવા ગૌભક્તો સરકાર સામે વિવિધ રીતે વિરોધ કરી રહ્યા છે. જો સત્વરે સહાય નહિ ચૂકવામાં આવે તો રાધનપુરના ગૌભક્ત તેમજ ગૌશાળા સંચાલકોએ પશુઓને સરકારી કેચેરીમાં ગાયો છોડવાની આપી ચીમકી હતી.

આજે સવારે બનાસકાંઠાના લાખણી ખાતે ગૌશાળાના સંચાલકોએ ગાયોને જાહેર રસ્તા પર છોડી દીધી હતી.આગાઉ આપેલી ચીમકી પગલે આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગૌભક્તોએ ગાયોનો ખડકલો કર્યો છે. રાધનપુર ગૌભક્તોએ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળની ગાયો સરકારી કચેરીમાં બાંધી વિરોધ કર્યો છે. ગાયોને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં બાંધવામાં આવી છે.જો સત્વરે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં નહી આવે તો હજુ પણ જાહેર માર્ગો પર બનાસકાંઠાના 180 ગૌશાળાની ગાયો છોડવાની ગૌભક્તો આપી ચીમકી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીમકીને પગલે બનાસકાંઠાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સાથે જ ગૌશાળા અને પાંજરાપોળની પશુઓ છોડવાની ચીમકીના પગલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

ડીસાના કાંટ પાંજરાપોળ રોડ પર પોલીસ દ્વરા ગૌભક્તોને રોકવા માટે અને પરિસ્થિતિને પહોચીને કાબૂમાં લેવા માટે બેરીકેટ લગાવવામાં આવ્યા છે. કારણ કે, ગૌભક્તો અને પાંજરાપોળનો લોકો 500 કરોડની સહાય મામલે પાંજરાપોળ અને ગૌશાળાના પશુઓ સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે તેવી ચિમકી આપી રહ્યા છે.