1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 2 મે 2023 (11:36 IST)

ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ

- બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ. 
 
- વિદ્યાર્થીઓને 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ મળશે. 
 
રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાહેર પરિણામ જાહેર કર્યુ હતું. ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયુ છે. ધોરણ 12માં 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યુ છે. 
 
ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ 
ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર થયુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. આ સાથે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે. 
 
વિદ્યાર્થીઓની આતુરતાનો અંત 
 
વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપેલા 1.26 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જોઈ શક્શે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gsb.org ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓને 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ મળશે. 
 
આ વર્ષે કુલ 1,26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 
 
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કુલ 1,26,896 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. GSEB દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14થી 25 માર્ચ વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. આ વર્ષે રાજ્યમાં પ્રથમ વખત whatsapp દ્વારા પરિણામ જાણી શકાયુ છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. 
 
આ વર્ષે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે હતા 
 
આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે. એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.