રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 મે 2021 (10:36 IST)

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૯ મિ.મિ વરસાદ

રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરને લઇ ભારે પવન સાથે વરસાદ પડવાના સમાચાર નોંધાયા છે.  જેમાં સાબરકાંઠા જિલ્લામાં પણ  છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૯ મિ.મિ વરસાદ  નોંધાયો છે.
      
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ૧૦૦ એમ.એમ., ઈડર તાલુકામાં ૭૪ એમ.એમ., ખેડબ્રહ્મા તાલુકામાં ૪૧ એમ.એમ., પોશીના તાલુકામાં ૭૦ એમ.એમ., પ્રાંતિજ તાલુકામાં ૧૦૨ એમ.એમ., તલોદ તાલુકામાં ૮૯ એમ.એમ., વડાલી તાલુકામાં ૬૨ એમ.એમ.અને વિજયનગર તાલુકામાં  ૪૦ એમ.એમ. વરસાદ નોંધાયો છે.