રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (10:46 IST)

વડોદરામાં વાયરલ ફીવરના 873 નવા દર્દીઓ મળી આવતા તંત્રમાં દોડધામ, જાણો વાયરલ ફીવરના લક્ષણો અને ઉપાય

ડેન્ગ્યૂના નવા 34 તો ઝાડાના 50 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાંશહેરમાં દિવસ દરમિયાન ડેન્ગ્યૂના  34, ચિકનગુનિયાના  પાંચ , મેલેરિયાના બે, ફિવરના એક, ઝાડાના 50 નવા  પોઝિટિવ કેસ આવ્યાં છે. કોર્પોરેશનની 184 ટીમ દ્વારા 342  વિસ્તારોની મુલાકાત લઇ 35,445  મકાનોમાં તપાસ કરી 14,103 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે.જ્યારે 26  કન્સટ્રક્શન સાઇટ પર તપાસ કરી 11  સાઇટને નોટિસ આપવામાં આવી છે.
 
વડોદરામાં છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરમાં તાવના દર્દીઓમાં એકંદરે નોંધપાત્ર વધારો થયો છે. તાવ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયાના કુલ 873 નવા દર્દીઓ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. લોકોને પોતાના બાળકોની ચિંતા વધી ગઇ છે.
 
વાયરલ ફીવરના લક્ષણો
 
થાક, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો,આંખો લાલ થવી,માથામાં દુખાવો થવો, હાઈ ફીવર, ખાંસી, સાંધાઓમાં દર્દ, દસ્ત, ત્વચા પર લાલ રેશિઝ, શરદી, ગળામાં દર્દ, ઠંડી લાગવી
 
વાયરલ ફીવર આવે તો કરો આ ઉપાય 
 
- દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો. ડેઈલી ડાયટનું ધ્યાન રાખો. 
- લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો. 
- 1 લીટર પાણીમાં 1 ચમચી લવિંગનો પાઉડર અને 10-12 પાન તુલસીના તેમાં નાખો. તેને ઉકાળીને દર 2 કલાકમાં આ પાણી પીવો. 
- તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.
- 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણાને ઉકાળો. પછી પાણી અડધું રહે એટલે આને પીવો. તેનાથી તાવ ફટાફટ ગાયબ થઈ જશે. 
- રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. 
- તાવ આવે ત્યારે ઈમ્યૂનિટી લો થઈ જાય છે. એવામાં વાયરલ ફીવરમાં ગિલોયનું સેવન લાભકારક છે. તમે ગિલોયની ટેબલેટ અથવા તેનો ઉકાળો બનાવીને પી શકો છો. 
- વાયરલ ફીવરમાં આદુવાળી ચા બેસ્ટ છે. તેનાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. ગળાના દુખાવામાં રાહત મળે છે અને શરદી ખાંસીમાં પણ આરામ મળે છે.