સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરતઃ , સોમવાર, 15 મે 2023 (15:33 IST)

Surat News - વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં પિતાએ 3 માસની બાળકીને રમાડતાં ઉછાળી, પંખો વાગતા મોત

Surat News  સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પિતાએ તેમની ત્રણ માસની બાળકીને રમાડતાં રમાડતા હવામાં ઉછાળી હતી. આ દરમિયાન બાળકીને પંખાની પાંખ માથામાં વાગતાં તેને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 
 
માથું પંખાની પાંખ સાથે અથડાયું 
પ્રાપ્ત વિગતો પ્રમાણે લિબાયતના ખાનપુરામાં રહેતા મસરૂદ્દિન શાહ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે. તેમના પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેઓ શનિવારે તેમની ત્રણ મહિનાની પુત્રી ઝોયાને રમાડતા હતાં. આ દરમિયાન તેમણે ઝોયાને ઉછાળતાં તેનું માથું પંખાની પાંખ સાથે અથડાયું હતું. જેથી ઝોયાને માથામાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 
 
પોલીસે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
સ્મીમેરમાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પિડિયાટ્રિક આઈસીયુમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘણી વખત નાના બાળકોને વડીલો હવામાં ઉછાળીને રમાડતાં હોય છે. જેના કારણે બાળક ખુશ થાય છે અને મલકાય છે. પરંતુ તે ક્યારે જોખમી બની જાય છે તે કોઈ જાણતું હોતું નથી.