શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (11:27 IST)

રાજકોટામાં ઝૂંપડામાં ભીષણ આગ, 1 બાળકીનું મોત, 5 ગંભીર રીતે દાઝ્યા

રાજકોટમાં એક વિચિત્ર આગની ઘટના સામે આવી છે. જેમાં સોમવારે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ લાગતાં 3 બાળકો સહિત 5 વ્યક્તિને ગંભીર રીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાઅ. જેમાં એક સારવાર દરમિયાન એક બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. 
 
પોલીસ સૂત્રોના જણાવ્ય અનુસાર રાજકોટના કુવાડવા રોડ પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતાં પુરી સોલંકી (1 વર્ષ), પૂંજી સોલંકી (8 વર્ષ) પ્રિયા સોલંકી  (10 વર્ષ) ભાવુબેન સોલંકી (25 વર્ષ) અને રૂપા સોલંકી (26 વર્ષ) અને બે બાળકી દાઝી જતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.
 
પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને પાણી મારો ચલાવતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.