રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 23 જાન્યુઆરી 2023 (23:42 IST)

સંતરામપુરના હોન્ડાના એક શો રૂમમાં લાગી આગ, 100 જેટલી બાઇક બળીને ખાખ

fire in mahisagar
સંતરામપુરના હોન્ડાના એક શો રૂમમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના લોકો પણ આગ પર કાબુ મેળવવામાં ભેગા થયા પણ તેમાં ફાયદો થયો નહીં. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લુણાવાડા અને સંતરામપુરના ફાયર ફાયટર સ્થળ પર દોડી આવ્યા હતા. અગમ્ય કારણોસર શો રૂમમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનો બનાવ બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. શો રૂમમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
 
 આગ કયા કારણોસર લાગી અને આગના બનાવમાં કેટલું નુકસાન તે જાણી શકાયું નથી. પરંતુ શો રૂમના માલિકના જણાવ્યા પ્રમાણે શો રૂમની અંદર 100 જેટલી બાઇક હતી અને અન્ય સ્પેરપાર્ટસ્ મળી 1થી દોઢ કરોડના નુકસાનની આશંકા લગાવવામાં આવી રહી છે. સંતરામપુરના નરસિંગપુર વિસ્તારમાં આવેલા ગાંધી મોટર્સ હોન્ડા શોરૂમમાં અચાનક આગ લાગી હતી. અહીં રાખવામાં આવેલા લગભગ તમામ દ્વીચક્રી વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં લોકોમાં પણ ફાયર વિભાગ સામે રોષની લાગણી જોવા મળી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફાયર વિભાગ મોડું આવ્યું હતું.