1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ફ્લેશબેક 2022
Written By
Last Updated : શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (13:41 IST)

Year Ender 2022: વર્ષ પસાર થઈ જશે પણ ભૂલાય નહી આ ઘટનાઓ, જાણો વીતેલા વર્ષની 10 મહત્વની ઘટનાઓ

Year Ender 2022: આ વખતે વિતાલા વર્ષોની તમામ ઘટનાઓ બની. કેટલીક દિલ કંપાવી દેનારી તો કેટલીક  વિવાદાસ્પદ બની. બીજી બાજુ કેટલીક ઘટનાઓ રાજનીતિક વર્તુળોમાં ચર્ચાનુ કેન્દ્ર બની. આ વર્ષેની શરૂઆતમાં દેશના સર્વશક્તિમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ તો બીજી બાજુ સ્વર કોકિલા લતા મંગેશકર આપણી વચ્ચે રહ્યા નહી. જાણો વર્ષની 10 મહત્વપૂર્ણ ઘટનાઓ 
 
 1 પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂક - વર્ષની શરૂઆત એટલે કે 5 જાન્યુઆરી 2022ના રોજ પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ચૂટણી પ્રચાર માટે પંજાબની મુલાકાત પર હતા, ત્યારે તેમના કાફલાને એક પુલ પર કેટલાક ખેડૂત દળ દ્વારા રોકવામાં આવ્યો હતો.  એવુ કહેવાય છે કે અહીથી પાકિસ્તાની સીમા માત્ર 20 કિમી દૂર હતુ. અને તેમના પર સહેલાઈથી મિસાઈલી હુમલો કરી શકાતો હતો. પણ તેમના સુરક્ષા ગાર્ડની સાવચેતીથી તેઓ સુરક્ષિત રહ્યા. 
 
2. હિજાબ વિવાદ - વર્ષ 2021 ઓક્ટોબર મહિનામાં કર્ણાટકમાં હિજાબ વિવાદે જન્મ લીધો હતો પણ જાન્યુઆરી આવતા જ મામલો ખૂબ ગંભીર થઈ ગયો.  આ વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણીની ગરમાગરમીને કારણે આ વિવાદ ઘણો ટ્રેંડમાં રહ્યો.  પક્ષ વિપક્ષમાં ઘણી તૂ તૂ મેં મેં થઈ. સુપ્રીમ કોર્ટમાં બે જજના વિવિધ નિર્ણયોને કારણે વિવાદ કાયમ રહ્યો. હાલ મામલો મોટી બેચ પાસે છે. 
 
3. ચાર રાજ્યોમાં ભાજપા, એકમાં આપની સત્તા આવી -  આ વર્ષની મુખ્ય ઘટનાઓમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ. બધા પરિણામ  ચોંકાવનારા હતા. ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખડ, મણિપુરમાં ભાજપા તો પંજાબમાં આપ એ બહુમત સાથે સરકાર બનાવી. કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરના નેતા બન્યા. 
 
4- 24 વર્ષ પછી કોંગ્રેસને બિન-ગાંધી પરિવારના પ્રમુખ મળ્યા  - જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદ અને ગાંધી પરિવારને લઈને આલોચનાઓ થવા માંડી તો સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાવી તેમા મુખ્ય ઉમેદવાર હતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરુ. મલ્લિકાર્જુને 7,897 મત મેળવીને શશિ થરૂરને (1000 
હજાર મતો) થી હરાવ્યા અને કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું. 
 
5- લતા મંગેશકરનુ નિધન - ભારત જ નહી દુનિયાભર માટે વર્ષની સૌથી મોટી ક્ષતિ ભારત રત્ન લતા મંગેશકરનુ નિધન રહ્યુ છે.  93 વર્ષની ઉંમરેસ્વરા કોકિલા લતા લતાજીનું 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું. 28 સપ્ટેમ્બર 1929 ઈન્દોરમાં જન્મેલા લતા મંગેશકર આજીવન કુંવારા રહ્યા, તેમણે 13 વર્ષની ઉંમરે અભિનેત્રી તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી. પરંતુ તેમને ગાયક તરીકે ઓળખ મળી
 
6- મહારાષ્ટ્ર અને બિહારમાં વિવાદાસ્પદ રીતે સત્તા પરિવર્તન - આ વર્ષે મહારાષ્ટ્ર અને બિહારમાં ધરખમ સત્તા પરિવર્તન થયું. બિહારમાં નીતિશ કુમારે ભાજપને સાઈડ પર કરીને  આરજેડી સાથે હાથ મિલાવ્યા અને સત્તા સંભાળી. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ જઈને ભાજપમાં જોડાયા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા
 
7- નૂપુર શર્મા પર પ્રતિબંધ - મુહમ્મદ સાહેબ પરની વિવાદાસ્પદ ટિપ્પણી પછી જ્યારે દેશભરમાં હોબાળો મચી ગયો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નુપુર શર્માને પાર્ટીમાંથી બહાર કરી દીધા.  પરંતુ નુપુર શર્માની ધરપકડની માંગ સાથે સમગ્ર દેશમાં હંગામો અને દેખાવો થયા હતા. એટલુ જ નહી સાઉદી અરેબિયા અને કતાર સહિત ઘણા મુસ્લિમ દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
 
8- પીએફઆઈ પર પ્રતિબંધ  - નુપુર શર્માના નિવેદન પછી કેટલાક મુસ્લિમ સંગઠનોએ નુપૂર માટે સિર તન સે જુદા ના નારા સાથે અનેક સ્થાન પર પ્રદર્શન અને નારેબાજી કરી. થોડા દિવસ બાદ ઉદયપુરમાં મુસ્લિમ યુવકોએ કનૈયા લાલ નામના ટેલરની ગરદન કાપીને હત્યા કરી નાખી.  જ્યારબાદ હત્યારાઓએ આ ઘટનાક્રમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર નાખી દીધો. થોડા દિવસ બાદ એક આવી જ ઘટના અમરાવતી (મહારાષ્ટ્ર)માં બની. જેની પાછળ મુસ્લિમ સંગઠન પીએફઆઈને જવાબદાર માનતા કેન્દ્ર સરકારે આ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો.