ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (21:41 IST)

અમદાવાદની 21 બેઠકમાંથી 19 પર ભાજપની બમ્પર જીત, કોંગ્રેસના માત્ર આ બે નેતા જીત મેળવી શક્યા

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાંખ્યાં છે. ભાજપે આ વખતે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પરંતુ બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે પણ જબરદસ્ત અપસેટ સર્જાયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. તે ઉપરાંત ભાજપના સતત જીતતા ઉમેદવારોને પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપે બાજી મારી છે.

ગુજરાતના અમદાવાદની બેઠક અતિ મહત્વની ગણાય છે. સ્વાભાવિક રીતે આપણને એ જાણવામાં રસ હોય કે અમદાવાદની 21 બેઠક પર કોણ બાજી મારી ગયું. આ 21 બેઠકોમાં વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા વિધાનસભાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ભાજપ કઈ બેઠક પર હારી ગયું. અને કોંગ્રેસને વિધાનસભાની કઈ કઈ બેઠક ગુમાવવી પડી. આ સાથે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની જીત થઈ અને કોની હાર થઈ.? અમદાવાદની જમાલપુર કોગ્રેસના બેઠક પરના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા અને દાણીલીમડા કોગ્રેસના બેઠક પર  શૈલેશ પરમાર મોટી લીડથી જીત્યા છે. બાકીની 19 બેઠક પર ભાજપનો વિજય થયો છે.વર્ષ 2002માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 127 બેઠકો  જીતી હતી. પરંતુ એ પછી જેટલી ચૂંટણી થઈ તેમાં ભાજપની બેઠકો સતત ઘટી રહી હતી. એ બાદમાં હવે આજે પરિણામ આવ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારે આ આંકડો તોડી રેકૉર્ડ બનાવ્યો છે. એટલે કે 127થી વધુ એટલે કે 157 સીટો ઉપર જીત કેસરીયો લહેરાવી દીધો છે. આમ આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીનો 127નો રેકૉર્ડ તોડી નાખ્યો છે.