ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (16:54 IST)

સુરતમાં તમામ 16 બેઠકો પર ભગવો લહેરાયો, PM મોદીના આ માસ્ટર સ્ટ્રોકે કર્યો જાદુ

bjp celebrations
વિધાનસભા 2022ની ચુંટણી ભાજપ-   કોંગ્રેસ અને આપ માટે પ્રતિષ્ઠાની ચુંટણી બની ગઈ હતી. પરંતુ સુરતમાં મોદી મેજીક ચાલતા સુરત શહેરની 12 સહિત શહેર જિલ્લાની તમામ 16 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.  પાસને સાથે રાખીને આપે પાટીદાર બહુમતીવાળી વિધાનસભામાં ભાજપને મુશ્કેલી પડશે તેવો દાવો કરવામાં આવતો હતો. પરંતુ આપના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હતી. આપે થોડી ફાઈટ તો આપી પરંતુ તમામ બેઠકો પર ભાજપનો વિજય સરળ રહ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતની સાત બેઠક પર આપના ઉમેદવાર જીતે છે તેવો લેખિત દાવો કર્યો હતો. પરંતુ કેજરીવાલની ભવિષ્યવાણીના મતદારોએ ભુક્કા બોલાવી દીધા હતા. આમ આદમી પાર્ટી માત્ર સોશ્યલ મિડિયામાં આક્રમક રહી હતી પરંતુ ભાજપના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં પછાડી શકી ન હતી. ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ એવી વરાછા વિધાનસભામાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા આપના જ્યારે પૂર્વ મંત્રી   કુમાર   કાનાણી ભાજપના ઉમેદવાર હતા.   આ બેઠક આપ જીતે તેવા અનેક દાવા થઈ ચુક્યા હતા પરંતુ મતગણતરીના અંતે ભાજપના કુમાર કાનાણી 16754 મતે એટલે ગત વખત કરતા વધુ મતે જીતી ગયાં હતા આ બેટક પર કોંગ્રેસ કોઈ જગ્યાએ સ્પર્ધામાં જોવા મળી ન હતી.આવી જ રીતે સૌથી ચર્ચાસ્પદ એવી કતારગામ બેઠક પર મંત્રી વિનોદ મોરડીયા ભાજપમાંથી જ્યારે આપના ઉમેદવાર પ્રદેશ   પ્રમુખ ગોપાલ ઈટાલીયા રહ્યા હતા. આ બેઠક પર ઈટાલીયા જીતે તેવો દાવો હતો પરંતુ વિનોદ મોરડીયા 69035 મતે જીતી ગયાં હતા.આ ઉપરાંત પાટીદાર બેઠક ગણાતી કરંજ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી 36003 મતે જીતી ગયાં છે. અને ઉત્તર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કાંતિ બલર અને ઓલપાડ બેઠક પર મંત્રી મુકેશ પટેલ પણ સરળતાથી જીતી ગયાં છે.   આ ઉપરાંત ભાજપ માટે સૌથી સલામત ગણાતી મજુરા, પશ્ચિમ અને ચોર્યાસી   તથા લિંબાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.   સુરતની 12 ઉપરાંત જિલ્લાની ચાર મળીને આ ચુંટણીમાં ભાજપે તમામ 16 બેઠક જીતી છે. સુરતમાં ભાજપના વિજય પાછળ લોકો મોદી મેજીક ગણી રહ્યાં છે છેલ્લી ઘડીએ મોદીની સભા અને રોડ શોએ સુરતનું વાતારવણ બદલાતા સુરતમાં ભગવો લહેરાયો છે.