શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (16:29 IST)

Election Result 2022 Live updates - ખીલ્યુ કમળ જીત્યું ગુજરાત, ગુજરાતના મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ

live commentary
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 - નું આજે ગુરૂવારે પરિણામ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઈ રહી છે.
 
સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બૅલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બૅલેટની સાથે સાથે ઈવીએમના મતોની ગણતરી પણ શરૂ કરાશે.
 
રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમબહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.
 
મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
 
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોની મતગણતરી થશે.
 
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી અનુસાર, રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે.
 
સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 492 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.
 
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકસાથે મતગણતરી શરૂ કરાશે.
 
પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બૅલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
 
પી. ભારતીએ વધુ માહિતી આપતા બુધવારે જણાવ્યું હતું કે, મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી
 


04:28 PM, 8th Dec
 
વીરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર સામે 51,707 મતોથી જીત્યા છે.
 
આ સિવાય ઘાટલોડિયા બેઠક પરથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૉંગ્રેસના ઉમેદવાર ડૉ. અમી યાજ્ઞિક સામે 1,96,263 મતોથી વિજય થયો છે.
 
જ્યારે ભાવનગર પશ્વિમ બેઠક પરથી શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીનો 41,992 મતોથી વિજય થયો છે.

02:35 PM, 8th Dec
ગુજરાતના મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ લેશે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે: રાજ્ય ભાજપના વડા સીઆર પાટીલ

11:52 AM, 8th Dec
 
- મજુરા બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જીત
- ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો
કોંગ્રેસ ઉમેદવારે ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો
અનેક રાઉન્ડથી ઇવીએમ મશીન પરના સીલ, સહી સિક્કામાં તફાવત હોવાના આક્ષેપ
ફરજ પર હાજર કર્મચારીઓએ કોઈ પગલાં ન લેતા ધરણાં પર બેઠા
ધરણાં પર બેસવા છતાંય પગલાં ન લેતા ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો
પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા
- અમદાવાદ: કોંગ્રેસનો ગઢ ગણાતી દરિયાપુર સીટ હાથમાંથી સરકી, ભાજપની જીત
- જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે હાર સ્વીકારી, ઈમરાન ખેડાવાલા 26603 મતોથી જંગી વિજય થયા
- મોરબી માળિયા માં ભાજપનાં કાંતિ અમૃતિયા 16839 મતે આગળ નવમા રાઉન્ડ ના અંતે... 

- સિદ્ધપુરમાં કાંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત 
- રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરની જીત 
- કુતિયાણામાં સપાના કાંધલ જાડેજાની જીત 
- પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાની જીત 
- સી આર પાટીલને મળવા પહોચ્યા ભૂપેન્દ્ર પટેલ 
 
 
ભાજપના જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી 4970 મતે આગળ નવમાં રાઉન્ડનાં અંતે
 
ટંકારા ભાજપના દુર્લભજી દેથરીયા 8828 મતે આગળ આઠમા રાઉન્ડમાં અંતે
- જીગ્નેશ મેવાણી લગભગ 400 મતોથી આગળ છે. મેવાણીને હાલમાં 26294 વોટ મળ્યા છે જ્યારે મેવાણી સામે ભાજપના મણિભાઈ વાઘેલાને 25874 વોટ મળ્યા છે.
- ભાજપના નેતા હર્ષ રમેશભાઈ સંઘવી રેકોર્ડ જીત તરફ, મજુરા વિધાનસભામાંથી 28,823 મતોથી આગળ છે.

11:40 AM, 8th Dec
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જોરદાર જીત તરફ આગળ વધી રહ્યું છે. આ પછી બીજેપી કાર્યકર્તાઓએ દરેક જગ્યાએ ઉજવણી શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહિલા કાર્યકરો નાચ-ગાન કરીને ઉજવણી કરી રહી છે. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, ભાજપ 182માંથી 152 બેઠકો પર આગળ છે.


11:25 AM, 8th Dec
 
- ઈસુદાન ગઢવી ખંભાળિયામાં પાછળ  
- રાજકોટ ગ્રામ્ય ભાજપના ભાનુ બાબરિયાની જીત 
- રાજકોટ દક્ષિણમાં રમેશ ટીલાળાની જીત,
- ઘાટલોદિયાથી ભૂપેન્દ્ર પટેલની જીત 

11:14 AM, 8th Dec
 
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હાજરી મા 11 ડિસેમ્બર એ નવી સરકાર ની શપથવિધિ કાર્યક્રમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મા યોજાશે..
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર ભવ્ય જીત
- રાજકોટ પશ્ચિમ બેઠક પર ડો.દર્શિતાબેન શાહની જીત
 

11:12 AM, 8th Dec
- પોરબંદરમાં અર્જુન મોઢવાળિયા આગળ 
- વિરમગામથી હાર્દિક પટેલ આગળ 
- ઘાટલોદિયાથી ભૂપેન્દ્ર પટેલ આગળ 
- સાંજે 6 વાગ્યે પીએમ મોદી દિલ્હી ભાજપ ઑફિસ જશે. 

11:07 AM, 8th Dec
- જસદણ કોંગ્રેસ ભોળાભાઈ ગોહિલ હાર સ્વીકારી નીકળી ગયા 
- કુંવરજી બાવળિયા ની જીત
- નવસારી જલાલપોર મા ભાજપ ના આર સી પટેલ ની જીત
- સંદીપ દેસાઈ.. 30000 લીડ સાથે જીત તરફ આગળ

11:03 AM, 8th Dec
- સાંજે 6 વાગ્યે બીજેપી ઑફિસ પહોંચશે પીએમ મોદી 
- ગુજરાતની જનતાના મતોથી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે.
રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રથમ વખત શિક્ષણ અને આરોગ્યનું રાજકારણ ધૂમ મચાવી રહ્યું છે.
આ માટે સમગ્ર દેશને અભિનંદન.

11:00 AM, 8th Dec
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા કુલ 10156 મતોથી આગળ છે. ઓકટોબરમાં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના વખતે તેણે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

10:47 AM, 8th Dec
 
- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ 3099 મતોથી આગળ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર પાંચ રાઉન્ડ બાદ 4130 મતોથી આગળ છે. 

10:44 AM, 8th Dec
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના અલ્પેશ ઠાકોર 4130 મતોથી આગળ છે.

10:28 AM, 8th Dec
- ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 - ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં વિધાનસભા ઈતિહાસમાં સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે અને પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સૌથી વધુ સીટો જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે છે અને પાર્ટીએ વર્ષ 1985માં 149 સીટો કબજે કરી હતી.

- હિમાચલના રૂઝાનમાં બીજેપી આગળ નીકળી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. ભાજપ 34 અને કોંગ્રેસ 30 સીટો પર આગળ છે. 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ છે.

10:11 AM, 8th Dec
- નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઇ 11218 મતોથી આગળ, દીપક બારોટ પાછળ
- ધોરાજી બેઠક પર થી કોંગ્રેસ ના લલિત વસોયા એ હાર સ્વીકારી
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 12 વાગે ગાધીનગર કમલમ પહોંચશે..

10:10 AM, 8th Dec
- ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી બીજા રાઉન્ડ બાદ 8671 મતોથી આગળ છે.

10:00 AM, 8th Dec
પ્રથમ રાઉન્ડના અંતે
 ખંભાળિયામા આપ 2253 મતે આગળ
દ્વારકા બેઠક પર ભાજપ 867 મતે આગ

09:54 AM, 8th Dec
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રીજા રાઉન્ડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (ભુપેન્દ્રભાઈ પટેલ) 22000 મતોથી આગળ છે. બીજી તરફ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના અલ્પેશ ઠાકોર 3300 મતોથી આગળ છે.

09:36 AM, 8th Dec
- પ્રથમ રાઉન્ડમાં ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ, રાજકોટની તમામ બેઠકો પર ભાજપ આગળ, શરૂઆતી વલણમાં ભાજપ 129, કોંગ્રેસ 33, AAP 4 અને અન્ય 3 બેઠકો પર આગળ
- હર્ષ સંઘવી 6 હજાર મતોથી આગળ
- કાંતિ અમૃતિયા મોરબી બેઠક પર આગળ
- પ્રથમ રાઉન્ડમાં ભાજપા જીતુ વાઘાણી 383 મતથી આગળ
- ભાજપ-જીતુ વાઘાણી- 3727
 
કોંગ્રેસ-કે.કે. ગોહિલ- 3344
 
આપ- રાજુ સોલંકી- 1657
- ખંભાળિયા AAP ઉમેદવાર ઈસુદાન ગઢવી શરૂઆતી વલણમાં પાછળ જોવા મળી રહ્યા છે. 

09:34 AM, 8th Dec
ભરૂચ વિધાનસભા બેઠકોના અપડેટ 
 
અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ભાજપ આગળ
ભરૂચ વિધાનસભા બેઠક પર ભાજપ આગળ
જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપ આગળ
ઝગડીયા વિધાનસભા બેઠક પર અપક્ષ આગળ 
વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ આગળ

09:33 AM, 8th Dec
રાજકોટ પૂર્વ : ભાજપ આગળ 
રાજકોટ પશ્ચિમ : ભાજપ આગળ  
રાજકોટ દક્ષિણ : ભાજપ આગળ 
રાજકોટ ગ્રામ્ય : ભાજપ આગળ 
જેતપુર : ભાજપ આગળ 
જસદણ : ભાજપ આગળ 
ધોરાજી : ભાજપ આગળ 
ગોંડલ  : ભાજપ આગળ

09:27 AM, 8th Dec
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022-  પ્રથમ રાઉન્ડમાં ભાજપા જીતુ વાઘાણી 383 મતથી આગળ
 
ભાજપ-જીતુ વાઘાણી- 3727
કોંગ્રેસ-કે.કે. ગોહિલ- 3344
આપ- રાજુ સોલંકી- 1657

09:26 AM, 8th Dec
ગુજરાત ચૂંટણીના પરિણામ | ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ, પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુભા માણેક, પરેશ ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ

09:21 AM, 8th Dec
ગ્રામ્ય બેઠક પર ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરીયા 4073 મતે આગળ

09:20 AM, 8th Dec
Gujarat Assembly Election Result 2022- રાજકોટ : ગોંડલ બેઠક પર સતત બીજા રાઉન્ડમાં ભાજપ આગળ
ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતથી આગળ ગ્રામ્ય બેઠક પર સતત બીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા આગળ
 

09:15 AM, 8th Dec
Himachal Assembly Election Result 2022:- હિમાચલ પ્રદેશના વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો છે. ભાજપ 37 અને કોંગ્રેસ 31 સીટો પર આગળ ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી પાછળ છે.

09:11 AM, 8th Dec
 
- મોરબીથી 3 સીટ પર  બીજેપી આગળ 
- ખેડાથી બીજેપી આગળ 
- કતારગામથી ગોપાલ ઈટાલિયા આગળ 

09:09 AM, 8th Dec
રાજકોટ : પ્રથમ રાઉન્ડના અંતે જસદણ બેઠકના ભાજપ ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાને 3576 મત મળ્યા...1250 ની લીડ

09:03 AM, 8th Dec
મેનપુરીથી ડિંપલ યાદવ 24000 વોટથી આગળ

08:59 AM, 8th Dec
રાજકોટ : પ્રથમ રાઉન્ડના અંતે
ગોંડલ ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 1995 મતથી આગળ

08:57 AM, 8th Dec
જેતપુર બેઠક પર ભાજપ ઉમેદવાર જયેશ રાદદિયા આગળ

08:56 AM, 8th Dec
બેલેટ પેપર ગણતરી શરૂ 
ગોંડલ બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજા આગળ

08:55 AM, 8th Dec
બેલેટ પેપર ગણતરી શરૂ 
વિધાનસભા 69 બેઠક પર ભાજપ ઉમેદવાર ડો.દર્શીતા શાહ આગળ

08:53 AM, 8th Dec
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી આગળ ચાલી રહી છે.

08:37 AM, 8th Dec
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે આજે થશે મતગણતરી 
 
મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા માટે કરવામાં આવશે મત ગણતરી 
 
મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે ત્રણેય બેઠકની એક સાથે થશે મતગણતરી 
 
14-14 ટેબલ ઉપર 22 રાઉન્ડ ઇવીએમ મશીનને લાવવામાં આવ્યા બાદ જાહેર થશે પરિણામ 
 
આઠ વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી આવેલા મતોની ચૂંટણી વિભાગ કરશે ગણતરી

08:34 AM, 8th Dec
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને પાર્ટીએ 101 બેઠકો પર લીડ મેળવી છે. તે જ સમયે, કોંગ્રેસે 30 સીટો પર અને આમ આદમી પાર્ટી (આપ) 3 સીટો પર લીડ મેળવી છે.

08:27 AM, 8th Dec
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, અહીં સમાન સ્પર્ધા દેખાય છે. ભાજપ અને કોંગ્રેસ બંને હાલમાં 18-18 સીટો પર આગળ છે. 

08:19 AM, 8th Dec
રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા બેઠકો માટે મતગણતરી
 
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે 
 
રાજકોટ પૂર્વ (68) બેઠક પર 20 રાઉન્ડમાં થશે મતગણતરી
 
રાજકોટ પશ્ચિમ (69) બેઠક પર 22 રાઉન્ડમાં થશે મતગણતરી
 
રાજકોટ દક્ષિણ (70) બેઠક પર 17 રાઉન્ડમાં થશે મતગણતરી
 
રાજકોટ ગ્રામ્ય (71) બેઠક પર 28 રાઉન્ડમાં થશે મતગણતરી 
 
જસદણ બેઠક (72) પર 19 રાઉન્ડમાં થશે મતગણતરી
 
ગોંડલ બેઠક પર (73) 17 રાઉન્ડમાં થશે મતગણતરી
 
જેતપુર બેઠક (74) પર 22 રાઉન્ડમાં થશે મતગણતરી
 
ધોરાજી બેઠક (75) પર 20 રાઉન્ડમાં થશે મતગણતરી

07:59 AM, 8th Dec

ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.

પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.

નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.

સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.