શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (08:02 IST)

અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ, મતગણતરી કેન્દ્રમાં ત્રિસ્તરીય ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

result live
અમદાવાદ શહેરની એલ.ડી કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થશે
 
અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે તા.૮મી ડિસેમ્બરના રોજ એલ.ડી. કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.  શહેરની એલ.ડી. કોલેજ ખાતે ૮, ગવર્મેન્ટ પોલીટેક્નિક ખાતે ૬ અને ગુજરાત કોલેજ ખાતે ૭ બેઠકોની મતગણના થશે. દરેક વિધાનસભા દીઠ ૧૦ થી ૧૪ ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર મતગણતરીના કાર્યમાં જોડાશે.            
 
અમદાવાદની કુલ ૨૧ વિધાનસભા બેઠકો માટે મતગણતરી માટે કુલ ૩ પરિસર પસંદ કરવામાં આવ્યા છે. જેમાં, 
• ગવર્મેન્ટ પોલિટેકનિક- આંબાવાડી ખાતે ૩૯-વિરમગામ, ૪૦-સાણંદ, ૪૬-નિકોલ, ૫૭-દસક્રોઈ, ૫૮-ધોળકા, ૫૯-ધંધુકા એમ ૬ વિધાનસભા મતવિસ્તાર 
• ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રીજ ખાતે ૪૭-નરોડા, ૪૮-ઠક્કરબાપાનગર, ૪૯-બાપુનગર, ૫૧-દરિયાપુર, ૫૨-જમાલપુર ખાડિયા, ૫૪-દાણીલીમડા, ૫૬-અસારવા એમ ૭ વિધાનસભા મતવિસ્તાર
• એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે ૪૧-ઘાટલોડિયા, ૪૨-વેજલપુર, ૪૩-વટવા, ૪૪-એલિસબ્રિજ, ૪૫-નારણપુરા, ૫૦-અમરાઈવાડી, ૫૩-મણિનગર, ૫૫-સાબરમતી એમ ૮ વિધાનસભા મતવિસ્તારની મતગણતરી થશે. 
 
તા.૮ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે, જેની નિયમ મુજબ ગણતરી શરૂ કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે.