મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2024 (12:22 IST)

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, ફાયરની 12થી વધુ ગાડી દોડી ગઈ

fire in Ahmedabad
fire in Ahmedabad

ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ ગયાં છે. ગરમીને કારણે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જૂના ઢોર બજાર પાસે એક કાપડના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગનો કોલ ફાયર બ્રિગેડને મળતાં 12થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ છે. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યાં છે. પતરાના શેડમાં તૈયાર કરવામાં આવેલા ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ છે. તે ઉપરાંત આસપાસના ગોડાઉનોમાં પણ આગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે પટેલ મેદાનમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાને કારણે ગોડાઉનની પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં પણ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.