1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 જૂન 2024 (12:32 IST)

ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Rain forecast for 6 days from today in Gujarat,
ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદ પડી શકે છે. તેમાં રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેશે. ત્યારે આજે મહીસાગર, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘમહેર યથાવત રહેશે. તથા 13 જૂને ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ વરસાદ આવશે.

આજે ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તે સાથે જે 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ તથા આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલી, અમરેલી તેમજ ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદ રહેશે. તથા 14 જૂને સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, દમણ, ભાવનગર તેમજ દીવ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેશે. જેમાં રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છે. તેમજ આજે મહીસાગર, વલસાડ, તાપી તથા ડાંગ, સુરત, ભરૂચ તેમજ નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે વડોદરા, અમરેલી, ભાવનગરમાં વરસાદ આવી શકે છે.15 જૂને નવસારી, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવ તથા નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તથા 17 જૂને દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે.