ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (16:18 IST)

સુરતમાં ડાઇંગ મિલમાં આગ ઓલવતાં ફાયર ઓફિસર નીચે પટકાતા પોલીસ વાનમાં હોસ્પિટલ ખસેડ્યો

surat news
surat news











- બીજા માળે પતરા પરથી પાણીનો મારો કરી રહેલા ઓફિસર નીચે પટકાતા ઘાયલ 
- સબ ફાયર ઓફિસર મનોજ શુક્લાને કમર અને પગના ભાગે ગંભીર ઈજા


 સુરતના ઉધના રોડ નંબર 3 પર આવેલી ડાઇંગ મિલમાં આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલ મશીનમાં આગ લાગવાના પગલે અગ્નિની જવાળાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. આગના બનાવની જાણ ફાયર સ્ટેશનને થતાં ઘટના સ્થળે 7 ગાડી દોડી ગઈ હતી.

જ્યાં ફાયર ઓફિસરે પાણી મારો ચલાવી અને દોઢ કલાકની જયમત બાદ આગ પર કાબુ મેળવી હતી. પરંતુ આ દરમિયાન બીજા માળે પતરા પરથી પાણીનો મારો કરી રહેલા ઓફિસર નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ઓફિસરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક પોલીસ વાનમાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર રોડ નંબર 3 પર શંકર ડાઈંગ મિલ આવેલી છે. જેમાં સવારે 6 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેથી માન દરવાજા, ઉધના અને ડુંભાલ એમ 3 ફાયર સ્ટેશનની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. આગ સેન્ટ્રલ મશીનમાં લાગી હોવાથી આજે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.આગ બીજા માણસ સુધી પ્રસરી ગઈ હોવાથી ફાયરના જવાનો દ્વારા સિમેન્ટના પતરા ઉપર ઉભા રહીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની સફળતા મળી હતી.

આ દરમિયાન સિમેન્ટના પતરા પર ઉભા રહી કામગીરી કરી રહેલા સબ ફાયર ઓફિસર મનોજ શુક્લા બીજા માળેથી નીચે પટકાયા હતા.સબ ફાયર ઓફિસર મનોજ શુક્લાને કમર અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક પોલીસની વાનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ થોડી ગંભીર હોવાના કારણે ICOમાં પણ રાખવાની ફરજ પડી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.